મણિકા વિશ્વકર્માનો દેશી લુક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 સ્પર્ધામાં મણિકા વિશ્વકર્માએ ખિતાબ જીત્યો હતો. અને હવે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં મણિકા વિશ્વકર્મા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સોશિયલ મીડિયામાં વાયરલ મનિકાની તસવીર પર ફેન્સે કમેન્ટ કરી કે મોડેલના પોશાકમાં ભારતની સંસ્કૃતિની ઝલક દેખાતા વધુ ગૌરવ અનુભવીએ છીએ.


થાઈલેન્ડમાં યોજાશે મિસ યુનિવર્સ સ્પર્ધા

મનિકાએ અત્યાર સુધીની તમામ મિસ યુનિવર્સ ઇવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે સતત તેના અદભુત પોશાક અને દેખાવ દ્વારા વિશ્વને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક બતાવી. 21 નવેમ્બર, 2025 ના રોજ થાઇલેન્ડના નોન્થાબુરીના પાક ક્રેટમાં મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાશે. મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મણિકાની સફર રાજસ્થાનનો ખિતાબ જીત્યા બાદ શરૂ થઈ ગઈ હતી. 2024માં જયારે મણિકાએ રાજસ્થાન તાજ જીત્યા પછી મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.

વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું ગૌરવ વધારશે

ત્યારબાદ મણિકા રાજસ્થાથી દિલ્હી આવી અને મોડેલિંગ શરૂ કર્યું. રાજસ્થાનની વતની મણિકા 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. આ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારત સહિત દુનિયાના 130 દેશોની સુંદરીઓ પણ ભાગ લેશે.  મહત્વનું છે કે મણિકાએ જ્યારે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યા હતો ત્યારે જ સંકેત આપ્યો હતો કે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. આ ખિતાબ જીત્યા બાદ મણિકાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ એક અદ્ભુત સફર રહી છે. મનિકાએ તેના શિક્ષકો, માર્ગદર્શકો, માતાપિતા, મિત્રો અને તેના પરિવારનો દરેક વસ્તુ માટે આભાર માન્યો.

મણિકાના દેશી લુકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા મણિકાના દેશી લુકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરો બેંગકોકમાં એક કાર્યક્રમ સમયની છે. જેમાં મણિકાએ અનારકલી કુર્તાનો સેટ પહેર્યો હતો. 6 નવેમ્બરના રોજ પોસ્ટ કરાયેલા આ ફોટામાં, મણિકા મરુન રંગના અનારકલી સૂટમાં જોવા મળે છે, જે ભારે સોનાના કામ અને સિક્વિન ડિટેલિંગથી શણગારેલી છે. આ તસવીરોમાં મણિકા  મિસ ઇન્ડોનેશિયા અને અન્ય સ્પર્ધકો સાથે પોઝ આપતી જોવા મળે છે. મણિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરતા લખ્યું કે વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું ગૌરવ વધારવા માટે તે તમામ મહેનત કરશે. 

  • Follow us on: