- દૂધેશ્વર શિવમંદિર 5000 વર્ષ જૂનું છે
- મગંળ મહાદેવ બિરલા કાનન મંદિરમાં છે 100 ફીટ ઉંચી પ્રતિમા
- ગૌરી શંકર મિદંરમાં 800 વર્ષ જૂનું શિવલિંગ છે
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરાય છે. દૂર દૂરથી લોકો દેશના મોટા મંદિરોમાં ભોલેનાથના દર્શન માટે પહોંચે છે. તો જાણો દિલ્હીમાં કયા પ્રાચીન મંદિરો છે જ્યાં દર્શન માત્રથી શિવજીના આશીર્વાદ મળી રહે છે.
દૂધેશ્વર મહાદેવ મંદિર
ગાઝિયાબાદમાં આવેલું ભગવાન શિવનું આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. મંદિરની અંદર દરેક સમયે એક જ્યોત પ્રગટે છે. તેને લઈને માન્યતા છે કે મંદિરમાં ચાલતી આ જ્યોત ક્યારેય બુઝાતી નથી. તે હંમેશા ચાલતી આવે છે. આ શિવ મંદિરનું વર્ણન પુરાણોમાં પણ કરાયું છે. આ જૂના મંદિરનું વર્ણન હિરણ્યાગર્ભ જ્યોતિર્લિંગના રૂપમાં થાય છે. તેને શ્રીરામના જન્મથી પૂર્વ ત્રેતાયુગનું ગણાવાયું છે.
મંગળ મહાદેવ બિરલા કાનન મંદિર
શિવજીનું આ પ્રાચીન મંદિર દિલ્હીના શિવાજી માર્ગ પર આવેલું છે. 200 એકરની જમીન પર ફેલાયેલા આ મંદિરની સ્થાપના 1994માં ભગવાન શિવના ખાસ પર્વ શિવરાત્રિએ કરાઈ હતી. ભગવાન શિવના આ મંદિરમાં 100 ફીટ ઉંચી વિશાળકાય પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમાની ઉંચાઈ એટલી છે કે દૂરથી પણ તેના દર્શન થઈ જાય છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે માતા પાર્વતી, કાર્તિકેય, નંદી, સીતા-રામ, રાધા-કૃષ્ણ અને ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરની સુંદરતા તેની અંદર બનાવાયેલા સુંદર બગીચાની સાથે વધતી રહે છે. શ્રાવણના મહિનામાં અહીં ભક્તોની ભીડ રહે છે.
પ્રાચીન ગૌરી શંકર મંદિર
ભગવાન શિવનું આ મંદિર દિલ્હીના ચાંદની ચોકમાં છે. કહેવાય છે કે આ મંદિરની અંદર આવેલું શિવલિંગ 800 વર્ષ જૂનું છે. આ મંદિરનું નિર્માણ શિવજીના પરમ ભક્ત એક મરાઠા સિપાહીએ કર્યું હતું. મંદિરને લઈને એક લોકકથા પ્રચલિત છે. કહેવાય છે કે મરાઠા સિપાહી એક યુદ્ધમાં ઘાયલ થયા ત્યારે ભગવાન શિવને પ્રાર્થના કરી અને તેનો જીવ બચ્યો. તે શિવ મંદિર બનાવવા લાગ્યા. પોતાના વચનને પૂરા કરવા માટે તેઓએ શિવમંદિર બનાવ્યું હતું.
ગોપેશ્વર મહાદેવ મંદિર
ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર દિલ્હી એનસીઆરના ગાઝિયાબાદના વૈશાલી સેક્ટર 4માં છે. આ મેટ્રો સ્ટેશનની સીડીથી આ મંદિરના દર્શન થવા લાગે છે. આ સાથે અહીં પાસે આવેલું ગુલમોહર શિવાલય પણ જાણીતું છે. દર વર્ષે શ્રાવણના મહિનામાં આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે.