શિયાળામાં લોકો બાજરીમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. કેમકે તેનો ગુણ ગરમ હોય છે. શિયાળામાં તેને આહારમાં લેવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરીનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. નાસ્તામાં બાજરીની ઈડલી એક સ્વાદિષ્ટ વિકલ્પ છે. પણ શું તમે ક્યારેય બાજરીની ઇડલી ખાધી છે? જો ના તો આજે અમે તમને જણાવીએ કે તે કઈ રીતે બનશે આવો જાણીએ


બાજરીની ઈડલી કેવી રીતે બનાવવામાં આવે છે બાજરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ફાઇબર, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. બાજરીનું સેવન પેટ માટે અમૃત માનવામાં આવે છે. ગેસ અને એસિડિટીની સમસ્યા ધરાવતા લોકો માટે બાજરી કોઈ વરદાનથી ઓછી નથી. કબજિયાતની સમસ્યામાં રાહત મેળવવા માટે પણ બાજરી ખૂબ ફાયદાકારક છે. તેમાં ગ્લુટેન હોતું નથી તેથી તેનો ઉપયોગ વજન ઘટાડવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે થાય છે. બાજરીનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. નાસ્તામાં બાજરીની ઈડલી એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તો જાણીએ બાજરી ઇડલી બનાવવાની રેસીપી


બાજરી ઈડલી બનાવવા માટેની સામગ્રી

1 કપ બાજરી, 1કપ છાશ, 1 ચમચી કાળા મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું

બાજરીની ઈડલી કેવી રીતે બનાવવી?

1: બાજરીની ઈડલી બનાવવા માટે, સૌથી પહેલા બાજરીને સારી રીતે સાફ કરો. પછી તેને એક વાસણમાં મૂકો અને ઉપર એક કપ છાશ ઉમેરો. તેને લગભગ 2 કલાક સુધી પલાળી રાખો. પછી તેમાં સ્વાદ મુજબ કાળા મરી અને મીઠું નાખો. આ પછી, આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો. આ તૈયાર કરેલા મિક્ષણમાં થોડો ઈનો ઉમેરો અને તેને સારી રીતે હલાવી દો .

2: આ પછી ઇડલીના વાસણમાં સારી રીતે તેલ લગાવો. હવે, બાજરીના મિશ્રણને ઇડલીના વાસણમાં ભરો. આ વાસણ બંધ કરા દો અને ઇડલીને લગભગ 10-12 મિનિટ સુધી રંધાવા દો હવે ગેસ બંધ કરી દો. પછી, ઇડલીને વાસણમાંથી કાઢીને ઠંડી થવા મુકી દો. ઠંડી થઈ જાય ત્યારબાદ ડીશમાં કાઢીને તેને સંભાર અથવા તો ચટણી સાથે તેનો સ્વાદ માણી શકો છો.

  • Follow us on: