ઉત્તરાખંડના માત્ર પહાડો અને પ્રકૃતિ જ પ્રખ્યાત નથી, પરંતુ અહિયાની વાનગીઓ પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તમને એક એવી વાનગીની રેસીપી જણાવી રહ્યા છે કે જેને ખાઈને તમે તેનો સ્વાદ ભુલી નહીં શકો ઉત્તરાખંડ જેને "દેવભૂમિ" કહેવામાં આવે છે. તે તેના પહાડો, નદીઓ અને લીલાછમ જંગલો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. પરંતુ અહિંયાના પરંપરાગત પહાડી ભોજનને તેમના તરફ આકર્ષે છે. અહિનુ ભોજન ફકત સાદું, પોષકતત્વોથી ભરપૂર અને સ્વાદમાં ટેસ્ટી હોય છે. અહિયાના ભોજનમાં પહાડી મસાલાની સુગંધ, દેશી ઘી અને કુદરતી ઘટકોથી ભરપૂર હોય છે. જે તેના સ્વાદને વધારે ખાસ બનાવે છે.
જો તમે ઉત્તરાખંડના આ સ્વાદને માણવા માગતા હોવતો એકવાર એક્સપિરિયન્સ કરી શકો છો. જો આ વાનગી એકવાર બનાવવા ઈચ્છો છોતો "ચૌંસા દાળ"?(કાળા અડદની દાળ) જરુરથી ટ્રાય કરજો. આ દાળ ખાસ કરીને ગઢવાલ અને કુમાઉ પ્રદેશોમાં લોકો બનાવતા હોય છે અને તેનો સ્વાદ પણ એટલો જ અદ્ભુત છે કે એકવાર તમે તેને ખાશો તો તમે તેને જરાપણ ભૂલી નહીં શકો. આ દાળની ખાસિયત એ છે કે તેને ધીમા તાપે બનાવાય છે, જે તેનો સ્વાદ વધુ વધારે છે. જાણીએ કે ઉત્તરાખંડની પ્રખ્યાત ચૌંસા દાળ (કાળા અડદની દાળ) બનાવવાની સરળ રેસીપી
કાળા અડદની દાળ(ચૌંસા દાળ)ની વિશેષતા
આ દાળ પ્રોટીન, ફાઈબર અને આયરનથી ભરપૂર હોય છે. તે પારંપરિક પહાડી સ્વાદ અને તેના સુગંધથી ભરપૂર હોય છે. તે પચવામાં હલ્કુ અને પાચન માટે સારી છે. તેને દેશી ઘી સાથે ખાવાથી તેનો સ્વાદ વધારે સારો બની જાય છે.
કાળા અડદની દાળ(ચૌંસા દાળ)બનાવવાની સામગ્રી
સૌ પ્રથમ તો કાળા અડદની દાળ 1 કપ, પાણી 3-4 કપ, લીલા મરચાં 1-2, આદુ 1 ઈંચ, થોડા આખા ધાણા 2 ચમચી, લીલું લસણ 7-8 કળી, લીલી કોથમીર બારીક સમારેલા, સરસવનું તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, રાઈ 1 ચમચી, આખા સૂકા લાલ મરચાં 1-2, હળદર પાવડર 1/2 ચમચી સ્વાદ મુજબ મીઠું
કાળા અડદની દાળ(ચૌંસા દાળ)બનાવવાની રીત
સૌ પ્રથમ તો લીલા મરચા, આદુ, થોડા આખા ધાણા, લીલું લસણ, બારીક સમારેલી લીલી કોથમીર બધુ જ બારીક પીસી લો. આ પછી કાળા અડદની દાળને ધોઈ લો હવે તેને એક પેનમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકો. હવે આ દાળને પીસી લો. દાળને પીસ્યા પછી એક પેન લઈ અને તેમાં સરસવનું તેલ ઉમેરો તેલ ગરમ થાય ત્યાં સુધી તેમાં જીરું, હીંગ અને સૂખા લાલ મરચાં નાખો. આ બધાને હલ્કા હાથે તળી લો આ પછી જે પહેલા બનાવેલી પેસ્ટ હતી તેમાં ઉમેરો. આ બધું મિક્સ થઈ જાય પછી, તેમાં પીસેલી દાળ અને થોડો ઘઉંનો લોટ ઉમેરો. આ બધાને થોડી વાર સારી રીતે શેકો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરો, તેમાં થોડી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આ દાળને ગેસ પર 3 થી 5 મિનિટ સુધી સારી રીતે રાંધો. તમારી કાળા અડદની દાળ(ચૌંસા દાળ) તૈયાર છે. તેને ગરમાગરમ પીરસો અને તેના સ્વાદની મજા માણો.