શિયાળામાં હેલ્દી સૂપ પીવું દરેક વ્યકિતને ગમે છે. ટામેટાનું સૂપ હોય કે ચાઈનીઝ કે પછી પાલકનું સૂપ દરેક પ્રકારના સૂપ તમે પીધા હશે પણ ક્યારેચ તમે મસૂરની દાળનું સૂપ પીધુ છે જો ના તો આવો જાણીએ કે તે કઈ રીતે બને છે અને તેના ફાયદા શું છે. આ દાળમાંથી બનેલો સૂપ પ્રોટીનથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે, સૂપ પીધા પછી પૂરી એનર્જી આપે છે, જાણો રેસિપી.


શિયાળામાં મસૂર દાળનો સૂપ પીવો ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. દાળના સૂપની રેસીપી પણ ખૂબ જ સરળ છે. તમે તેને કૂકરમાં ઝડપથી બનાવી શકો છો.

  • મસૂરનો સૂપ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  • સૂપ પ્રોટીન, આયર્ન અને ફાઈબરથી ભરપૂર હોય છે.
  • શિયાળામાં મસૂરની દાળનું સૂપ પીવું ફાયદાકારક છે.

મસૂર દાળ સૂપ રેસીપી અને ફાયદા

તમે તેને ઘરે જ ઝડપથી બનાવી શકો છો અથવા તો તૈયાર રેડી સૂપના પેકેટની ઘણી વેરાયટી બજારમાં ઉપલબ્ધ હોય છે. સૂપ બનાવવા માટે તમે ઓરેન્જ મસૂર દાળનો ઉપયોગ કરી શકો છો. આ દાળ ખૂબ જ ગરમ છે. મસૂર દાળનો સૂપ ખૂબ જ શક્તિશાળી હોય છે અને સ્વાસ્થ્ય લાભોથી પણ ભરપૂર છે.

મસૂરનું સૂપ પીવાના ફાયદા

  • મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે તમને દિવસભર એનર્જી તો આપશે જ સાથે સાથે તમને પેટ ભરેલું પણ અનુભવશે.
  • મસૂરમાંથી બનેલા સૂપમાં આયર્ન અને ફોલીક ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે જ સારું નથી પરંતુ શિયાળામાં થાક અને આળસને પણ દૂર કરે છે.
  • તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર પણ હોય છે, જે તમારા પાચનને સપોર્ટ કરે છે. પેટને સ્વસ્થ રાખે છે.

મસૂર સૂપ રેસીપી

એક બારીક સમારેલી ડુંગળી અને 1 ટેબલસ્પૂન લસણને છીણીને પેન અથવા કૂકરમાં ઉમેરો. હવે તેમાં 3/4 કપ પલાળેલી મસૂરની દાળ ઉમેરો. હવે તેમાં અડધી ચમચી કાળા મરી પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરી દો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને એક સમારેલું ટામેટુ ઉમેરો. હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીને ઢાંકી દો અને ધીમી આંચ પર ચડવા દો. સ્વાદને વધારવા માટે, તમે તેમાં 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો હવે તમારે તેને ઠંડુ કરીને મિક્સરમાં નાખીને બ્લેન્ડ કરવાનું રહેશે. એક કપ પાણી પણ ઉમેરો. સૂપ પાતળો રાખો જેથી તેનો સ્વાદ પીવામાં સારો લાગે, સૂપ બાઉલમાં કાઢી લો. ટેસ્ટી અને હેલ્ધી પ્રોટીનથી ભરપૂર મસૂર દાળ સૂપ તૈયાર છે. મસૂરના દાળના સૂપની મજા માણો.

  • Follow us on: