રોજિંદા જીવનમાં જો તમે તમારા આહાર પર ધ્યાન રાખો છો તો તમે તમારું વધતું વજન ઓછું કરવા માંગો છો, તો સવારનો નાસ્તો ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વસ્થ પણ હોઈ શકે છે જાણો ઓટ્સની એક અદ્ભુત રેસીપી


રોજિંદા જીવનમાં જો તમે તમારું વધતું વજન ઓછું કરવા માંગતા હોવતો સવારનો નાસ્તો ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ હેલ્દી પણ હોવો ખૂબ જ જરુરી છે. તમારા માટે ઓટ્સની એક અદ્ભુત રેસીપી લાવ્યા છીએ જે નોંધી લો. ઓટ્સ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્થૂળતા પણ ઓછી થાય છે. ઓટ્સ રેસીપી બનાવવી ખૂબ જ સરળ અને સહેલી છે. આ રેસીપી ફક્ત વજન ઘટાડવા માંગતા લોકો માટે જ યોગ્ય નથી પણ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ તેને ખાઈ શકે છે જાણો કે તેને કેવી રીતે બનાવવી?

ઓટ્સ માટે સામગ્રી:

સૌ પ્રથમે તો અડધો કપ ઓટ્સ, એક કપ દૂધ, અડધો કપ ગ્રીક દહીં, 2 થી 3 ચમચી મધ, 2 થી 3 સ્ટ્રોબેરી, 2 થી 3 બ્લુબેરી, કાજુ, બદામ અને સમારેલા સૂકા મેવા

ઓટ્સ કેવી રીતે બનાવવા

1: ઓટ્સ બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે પહેલા એક મોટા કાચના બાઉલની જરુર પડશે. હવે આ બાઉલમાં અડધો કપ ઓટ્સ ઉમેરી દો ત્યારબાદ એક કપ દૂધ, અડધો કપ ગ્રીક દહીં ઉમેરો અને બધાને સારી રીતે મિક્સ કરી લો, હવે મીઠાશ માટે 2 થી 3 ચમચી મધ ઉમેરી દો અને આ બાઉલને રેફ્રિજરેટરમાં મુકો (ધ્યાનમાં રાખો કે તમારે આ કામ રાત્રે જ કરવાનું છે). જોકે આ બરણીને રાતભર રેફ્રિજરેટરમાં રાખો.

2: સવારે રેફ્રિજરેટરમાંથી બાઉલ બહાર કાઢી લો હવે ઓટ્સને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દો રેફ્રિજરેટરમાં મુકવાથી ઓટ્સ એકદમ જાડા થઈ ગયા હશે. હવે આ બાઉલની ઉપર 2 થી 3 બ્લુબેરી અને 2 થી 3 સમારેલી સ્ટ્રોબેરી મૂકો. તેના ઉપર કાજુ, બદામ અને સૂકા મેવાના ટુકડા ઉમેરો. તમારા રાતોરાત ઓટ્સ ખાવા માટે તૈયાર છે. ઓટ્સ ખાવામાં હલ્કા અને હેલ્દી છે આ વાનગીના સ્વાદની મજા માણો.



  • Follow us on: