આમ તો દરેક દિવસ એક સરખો જ પરુંતુ ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ કરવા વાળાનો મહિનો કહી શકાય. પ્રેમ વિશે તો કવિતાઓ, શાયરીઓ, ફિલ્મો ઘણી બનતી હોય છે. જો આ દિવસની વાત કરીએ તો વેલેન્ટાઇન ડે પર દરેક દિવસ પ્રેમ કરવાવાળા લોકો માટે ખાસ હોય છે. જે લોકોના જીવનમાં નવા પ્રેમની શરુઆત થઈ હોય છે. તે લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. કોઈપણ ઉંમરની વ્યકિત હોય તે આ દિવસ તેમના જીવનસાથી સાથે ઉજવણી કરતા હોય છે. વેલેન્ટાઈન સપ્તાહ દર વર્ષે 7મી ફેબ્રુઆરીથી શરુ થઈને 14મી ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવતો હોય છે. દરેક વ્યકિત આ વેલેન્ટાઈન ખૂબ જ ઉત્સાહથી પ્રેમપૂર્વક ઉજવે છે. તેઓ એકબીજા માટે પ્રેમ, લાગણી વ્યકત કરતા હોય છે. જીવનસાથીને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો આ વેલેન્ટાઈન વીકની ડેટ લિસ્ટ જાણી લો. અને તૈયારીઓ શરુ કરી દો
વેલેન્ટાઇન વીક 2025ની સંપૂર્ણ ડેટલિસ્ટ
7 ફેબ્રુઆરી (શુક્રવાર) રોઝ ડે
દર વર્ષે વિશ્વમાં 7મી ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરુ થાય છે. પ્રેમી લોકો માટેનો વેલેન્ટાઈન સપ્તાહનો પહેલો દિવસે રોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ પોતાના પ્રેમીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ફુલ એ તમારી ભાવનાઓ વ્યકત કરવાનો એક ભાવ છે. આ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
8 ફેબ્રુઆરી (શનિવાર) પ્રપોઝ ડે
વેલેન્ટાઈન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. પ્રપોઝ ડે એટલે પ્રેમ વ્યકત કરવાનો દિવસ. પ્રપોઝ ડે એટલે મનાવવામાં આવે છે કેમકે તમે તમારી ફ઼િલિગ્સ એટલે કે તમે જેને પ્રેમ કરો છો કે જેના માટે તમને ક્રશ છે તેમના સામે પ્રસ્તાવ મુકવાની તક આપે છે. પ્રપોઝ ડે માત્ર કમિટમેન્ટ જ નથી દર્શાવતું તે તમારા સુંદર પ્રકરણની શરુઆત કરે છે. આ દિવસે તમે તમારી પ્રિય વ્યકિતને લગ્ન કે નવા પ્રકરણની શરુઆત માટે પુછી શકો છો. આ દિવસ તમારા જીવનની નવી શરુઆત કરવામાં પહેલું પગથીયુ છે.
9 ફેબ્રુઆરી (રવિવાર) ચોકલેટ ડે
પ્રપોઝ ડે પછી 3જો દિવસ ચોકલેટ ડે તરીકે મનાવવામાં આવે છે. ચોકલેટ ડેની શરુઆતની જો વાત કરીએ તો તે 1950માં યુરોપમાં ચોકલેટ વર્ષગાંઠ કરીકે સૂચવવામાં આવ્યા છે. અને વિશ્વમાં ચોકલેટ ડે. લોકો આ દિવસને ખૂબ જ ઉત્સાહથી એન્જોય કરતા હોય છે. આ દિવસ તમારા સંબંધમાં મિઠાસ ઓગાળે છે તે રીતે ચોકલેટને એક પ્રતિક માનવામાં આવે છે. ચોકલેટ હૃદય સ્વાસ્થય માટે લાભદાયી ગણવામાં આવે છે. પ્રેમને હૃદય સાથે સીધો સંબંધછે. તમે તમારા પાર્ટનરને ચોકલેટ આપીને આ દિવસની ઉજવણી કરો.
10 ફેબ્રુઆરી (સોમવાર) ટેડી ડે
જ્યારે લોકો પ્રેમમાં હોય છે ત્યારે તેમનું હૃદય પોતાના સાથી માટે બાળક જેવું બની જાય છે. તે તેમના સાથીદાર સાથે પ્રેમથી રહેવા માંગતા હોય છે. જે રીતે એક બાળક પોતાની માં, રમકડા અને પોતાના ટેડી સાથે રહેતા હોય આ દિવસે પ્રેમી તેમના પાર્ટનરને ટેડી ગીફટમાં આપતા હોય છે તેમના પ્રેમનો ઈઝહાર કરે છે અને કહે છે કે તે હંમેશા આ જ રીતે સાચવશે.
ફેબ્રુઆરી 11 (મંગળવાર) - પ્રોમિસ ડે
આ દિવસ દરેક કપલ્સ એકબીજા માટે પ્રેમ, ઈમાનદારી અને સાથ નિભાવવાનું વચન આપે છે. વચનો સાથે દરેક સંબંધમાં એક વિશ્વાસ તમારા સંબંધને મજબૂત બનાવે છે. પ્રોમિસ ડે પર તમે પાર્ટનરને હંમેશા સાથ આપવો, પ્રેમ કરવો અને ખુશીઓ આપવા માટેનું વચન આપે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા સાથે પ્રેમના શપથ પણ લેતા હોય છે.
12 ફેબ્રુઆરી (બુધવાર) હગ ડે
આ દિવસ વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે તમારા પ્રેમીને ગળે લગાવીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાદુઈ આલિંગન ખરેખર જાદુ જેવું હોય છે. જે તમારો આત્મવિશ્વાસ વધારે છે. કોઈને ગળે લગાડવું એટલે દિલથી દિલ મળવું. પ્રેમ વ્યક્ત કરવાથી પરસ્પર પ્રેમ વધે છે. વ્યક્તિ હળવાશ અનુભવે છે.
13 ફેબ્રુઆરી (ગુરુવાર) કિસ ડે
કિસ ડે કેમ ઉજવવામાં આવે છે આ દિવસે એકબીજાને ચુંબન કરવાથી પરસ્પર પ્રેમ વધે છે અને વધુ ગાઢ બને છે. ક્યારેક પ્રેમ શબ્દોથી નથી કહી શકાતું ત્યારે ભાષા વિના પ્રેમ વ્યક્ત કરવાની એક અસરકારક રીત સ્પર્શ . બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ કે કોઈપણ ઉંમરના પાર્ટનર વચ્ચેનું ચુંબન તેમના સંબંધોમાં રોમાંસ અને ભાવનાત્મક પ્રેમને વધારે છે.
14 ફેબ્રુઆરી (શુક્રવાર) વેલેન્ટાઇન ડે
આ પ્રેમ માટે સૌથી મહત્વનો અને ખાસ દિવસ છે. જ્યારે લોકો પોતાના પાર્ટનરને ખાસ લાગણી ફીલ કરાવા માટે ડેટ પર લઈ જાય છે. આ દિવસ પ્રેમીઓ માટે પરિક્ષણ પરિણામોનો દિવસ છે. આ દિવસે વેલેન્ટાઈન કાર્ડ મોકલીને, ફૂલ આપીને, ક્યાંક ફરવા લઈ જઈને, મૂવી જોવા જવા માટે કે પછી ડિનર પર જઈ શકાય છે અને આ દિવસની ઉજવણી કરી શકાય.