ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ દિલ્હીમાં યોજાતી પરેડ છે. આ દિવસે એટલે કે, (26 જાન્યુઆરી) પ્રજાસત્તાક દિવસે, દરેક વ્યક્તિ દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળે છે. ઘણા લોકો તિરંગા રંગોમાં કપડાં પહેરે છે, જ્યારે તિરંગા રંગોમાં નેઇલ આર્ટ કરાવવાનો ટ્રેન્ડ પણ ઘણો વધી ગયો છે. પ્રજાસત્તાક દિવસ માટે તમે આ તિરંગા નેઇલ આર્ટ્સ કરાવવાનું વિચારી કરી રહ્યા છો તો જાણીએ તેની કેટલીક રીતો
દેશભક્તિનો સંદેશ
આ દિવસે દેશભરની વિવિધ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જ્યાં લોકો ગીતો, નૃત્ય, નાટક અને ભાષણો દ્વારા દેશભક્તિનો સંદેશ આપતા હોય છે. તેમજ ઘણા લોકો આ સમયે તિરંગી રંગના કપડાં પહેરે છે. આજકાલ યુવાનોમાં ટ્રાઇ-કલર નેઇલ એક્સટેન્શનનો ટ્રેન્ડ પણ ઘણો વધી ગયો છે. આ પ્રજાસત્તાક દિવસે તિરંગા નેઇલ એક્સટેન્શન કરાવવાનું વિચારી રહ્યા છો, તો જાણો કઈ રીતે કરી શકાય.
તિરંગી નેટ આર્ટ
જો તમારા નખ લાંબા છે તો તમે નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરીને ઘરે તિરંગી નેટ આર્ટ બનાવી શકો છો. જેના માટે તમને ગમતી ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો. નેઇલ પેઇન્ટની મદદથી એક નખ પર તિરંગો બનાવવામાં આવે છે, અને બાકીના નખ લીલા અને નારંગી રંગોમાં રંગી શકો છો
સરળ અને સુઘડ
ઘણા નેઇલ આર્ટ ખૂબ જ સરળ અને સુઘડ લાગે છે. તે બનાવવામાં પણ સરળ રહેશે. ઉપરાંત, તે તમારા હાથની સુંદરતા વધારવામાં મદદ કરી શકે છે.
ઘરે લગાવવું સરળ બનશે
તિરંગાના રંગોનો ઉપયોગ કરીને નેટ પેઇન્ટ લગાવવામાં આવે છે. આ ડિઝાઇન ખૂબ જ સુંદર લાગે છે. ઉપરાંત, નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરીને તેને ઘરે લગાવવું સરળ બનશે.
નેઇલ એક્સટેન્શન
જો તમને કંઈક અલગ જોઈતું હોય તો તમે તિરંગી નેઇલ એક્સટેન્શન લઈ શકો છો. ઘણી એવી ડિઝાઈન એકદમ અનોખી લાગે છે. તમે તેને ઘરે પણ લગાવી શકો છો.
અલગ અને સરળ ડિઝાઇન
જો તમે કંઈક અલગ અને સરળ ડિઝાઇન બનાવવા માંગતા હો, તો તમે ટ્રાઇ કલર નેઇલ આર્ટ આઇડિયા લઈ શકો છો. જેમાં સફેદ રંગના નેઇલ પેઇન્ટ લગાવવામાં આવે છે અને પછી લીલા અને નારંગી નેઇલ પેઇન્ટથી બનાવી શકો છો.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.