- સરળ સ્ટેપ્સની પ્રોસેસથી બનશે હેલ્ધી અને ટેસ્ટી સૂપ
- આદુ, નાળિયેરનું દૂધ, ગાજર, ડુંગળી અને વેજીટેબલ સ્ટોકથી થશે તૈયાર
- નાના બાળકોથી માંડીને મોટેરાંઓને આવશે પસંદ
ગાજર એક એવું શાક છે જે ઉનાળા અને શિયાળા બંને ઋતુમાં મળે છે. તેથી તેના ગુણોને માણવા માટે કોઈપણ ઋતુની રાહ જોવાની જરૂર નથી. ગાજરનો ભરપૂર ઉપયોગ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેને સલાડના રૂપમાં કાચું ખાવું. જો કે, કેટલાક લોકો તેને કાચું ખાવાનું પસંદ કરતા નથી. તેથી, અમે તમને એક સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તેના પોષણનો પૂરો લાભ લઈ શકો છો. આ ગાજર સૂપ છે. તે આદુ, નાળિયેરનું દૂધ, ગાજર, ડુંગળી અને વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તો જાણો તેને બનાવવાની રેસિપિ.
ગાજર સૂપ માટેની સામગ્રી
- 6 સમારેલા ગાજર
- 2 ઈંચ બારીક સુધારેલું આદુ
- 2 ચમચી નારિયેળનું દૂધ
- 4 લવિંગ
- 2 નંગ બારીક સુધારેલું લસણ
- 3 કપ વેજીટેબલ સ્ટોક
- 1 બારીક સમારેલી ડુંગળી
- જરૂર મુજબ મીઠું
- 1 ચમચી નારિયેળનું દૂધ (અલગ રહેવા દો)
જાણો બનાવવાની રીત
આ સ્વાદિષ્ટ સૂપ રેસીપી તૈયાર કરવા માટે એક પેનને મધ્યમ આંચ પર રાખો. તેમાં તેલ ગરમ કરો અને લસણ અને આદુ સાથે સમારેલી ડુંગળી ઉમેરો. લસણની કાચી સ્મેલ ના જાય ત્યાં સુધી શેકો. હવે પેનમાં સમારેલા ગાજર ઉમેરો અને બરાબર હલાવો. તેને 3-4 મિનિટ સુધી ચઢી જવા દો અને પછી તેમાં વેજીટેબલ સ્ટોક ઉમેરો. ગાજરને વેજિટેબલ સ્ટૉકમાં અડધો કલાક ચઢવા દો. જ્યારે ગાજર એકદમ સોફ્ટ થઈ જાય, ત્યારે પેનને આંચ પરથી ઉતારી લો. હવે તેમાં 2 ચમચી નારિયેળનું દૂધ ઉમેરી લો અને ગ્રાઇન્ડ કરો. હવે એક બાઉલમાં સૂપને બહાર કાઢો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને છેલ્લે 1 ચમચી નારિયેળનું દૂધ ઉમેરો. તમારો ટેસ્ટી અને હેલ્ધી સૂપ તૈયાર છે. તમે તેને ગરમાગરમ ઉપયોગમાં લઈ શકો છો.
ટિપ્સ- સૂપને વધુ આકર્ષક અને ટેક્સચરમાં સારો બનાવવા માટે તમે તેના પર કોકોનટ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો.