• ડાર્ક સર્કલ્સથી રાહત અપાવશે લીંબુ
  • લીંબુ સ્કીનના સંક્રમણને રોકવામાં પણ મદદ કરે છે
  • લીંબુનો ઉપયોગ સ્કીનના કલરને નિખારે છે

સ્કીન પરના કાળા ડાઘ સુંદરતાને પાછી પાડે છે અને સાથે જ કોન્ફિડન્સ પણ ઘટાડે છે. અનેકવાર ડાર્ક સ્પોર્ટ્સ ઊંઘ પૂરી ન થવાનું કારણ પણ મનાય છે. તો તમે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે રસોઈની વસ્તુથી કઈ રીતે તમારી સુંદરતાને વધારી શકો છો. આ માટે તમારે કોઈ ખાસ પ્રયાસ કરવાના નથી. તમે ઓછા ખર્ચમાં તમારો ચહેરો નિખારી શકશો.

લીંબુને સ્કીન માટે ફાયદારૂપ માનવામાં આવે છે

સ્કીન માટે લીંબુ સૌથી ફાયદારૂપ છે. ખાસ કરીને જેમના ફેસ પર કાળા ડાઘા છે તેને માટે તે અસરકારક રહે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે, જે સ્કીનમાં બ્લેક સ્પોર્ટસ ઓછા કરવામાં મદદ કરે છે. વિટામિન સી ફક્ત ઈમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને સાથે કોલેજનના નિર્માણને માટે જરૂરી છે.

સ્કીન સમસ્યાઓથી બચાવશે લીંબુ

લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. તે સ્કીનના બેક્ટેરિયા અને ફંગસને ખતમ કરે છે. આ સિવાય લીંબુ સ્કીનને અન્ય સંક્રમણને રોકવામાં પણ મદદ કરે છે. સ્કીન પર લેમન જ્યૂસનો ઉપયોગ કરાય તો ડેડ સ્કીન સેલ્સ ખતમ થાય છે. તે સ્કીનના રંગને સાફ કરવામાં મદદ કરે છે. તો જાણો સ્કીન કેરમાં કેવી રીતે લાભદાયી છે.

કેવી રીતે કરશો ઉપયોગ

એક તાજુ લીંબુ લઈને તમે તેને 2 ભાગમાં કાપી લો. આ પછી તમે વાટકીમાં રસ મિક્સ કરો. પછી રૂના ટુકડાને લીંબુના રસમાં ડુબાડો. આ પછી ચહેરા પર જ્યાં ડાર્ક સ્પોર્ટ્સ છે ત્યાં તેને લગાવો. તેને 10-15 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો. તમે આ ટ્રિક અઠવાડિયામાં 2 વાર યૂઝ કરી શકો છો.

આ વાતનું રાખો ધ્યાન

લીંબુનો રસ ચહેરા પર લગાવતી સમયે તડકામાં જવાથી બચો. તેનાથી સનબર્નનો ખતરો વધી શકે છે. આ સિવાય લીંબુના રસનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો. તેનાથી ખ્યાલ આવશે કે તમારી સ્કીન તેને સહન કરી શકે છે કે નહીં.

Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં. 

  • Follow us on: