• ચંદન, ઓટમીલ અને ખાંડની મદદથી ઘરે જ તૈયાર કરો સ્ક્રબ
  • ચંદન પાવડરને ગુલાબજળ સાથે મિક્સ કરીને ટોનર તૈયાર કરો
  • ઘરે જ ચંદનની મદદથી મોઈશ્ચરાઈઝર પણ તૈયાર કરી શકાશે

ચંદનનો ઉપયોગ ઘણા વર્ષોથી ત્વચાની સંભાળ લેવા માટે કરવામાં આવે છે. આ આપણી ત્વચા માટે વરદાનથી ઓછું નથી. આ જ કારણ છે કે આજકાલ ઘણી સ્કિન કેર પ્રોડક્ટ્સમાં ચંદનનો ઉપયોગ વધી ગયો છે. તેનાથી તમારી સ્કિન ગ્લોઈંગ તો બને જ છે પરંતુ તમને ચંદનથી બીજા ઘણા ફાયદા પણ થાય છે. ગ્લોઈંગ સ્કિન માટે તમે કોઈને કોઈ સમયે ચંદન ફેસ પેકનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તમે અન્ય ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકો છો.

જાણી લો ચંદનના ફાયદા

ચંદનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જે તમારી ત્વચાના પિમ્પલ્સને જ નહીં પરંતુ ડાઘના નિશાન પણ ઘટાડે છે. ઉનાળાની ઋતુમાં ચંદનનો ઉપયોગ કરવાથી સનબર્ન અને સન ટેનથી પણ રાહત મળે છે. એટલું જ નહીં તે તમારી સ્કીનના કલરને પણ સુધારે છે.

ચંદન વડે સ્ક્રબ બનાવો

આપણે હંમેશા ચંદનથી ફેસ પેક લગાવીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તમે તેની સાથે સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આનાથી મૃત કોષો દૂર થશે અને ત્વચા કુદરતી રીતે ચમકતી રહેશે. ચંદન વડે સ્ક્રબ બનાવવા માટે તેમાં ઓટમીલ અથવા ખાંડ સાથે ચંદન પાવડર મિક્સ કરો. તમે તેમાં મધ અને નારિયેળ તેલ જેવા મોઇશ્ચરાઇઝિંગ એજન્ટો પણ ઉમેરી શકાશે. હવે મૃત કોષોને દૂર કરવા માટે તૈયાર કરેલી પેસ્ટથી ફેસને સ્ક્રબ કરો.

ચંદન વડે ટોનર બનાવો

તમે ટોનર તરીકે ચંદનનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. આ માટે ચંદન પાવડર અથવા ચંદનનું તેલ ગુલાબજળ સાથે મિક્સ કરો. જો તમારો ચહેરો પહેલેથી જ તૈલી છે તો આ ટોનરનો ઉપયોગ તમારી મદદ કરશે.

ચંદનથી મોઇશ્ચરાઇઝર તૈયાર કરો

મોઇશ્ચરાઇઝર ત્વચાની સંભાળમાં મહત્વનો ભાગ ભજવે છે. તમારે ત્વચાના પ્રકાર અનુસાર ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. ચંદનની મદદથી તમે ઘરે સરળતાથી મોઈશ્ચરાઈઝર તૈયાર કરી શકો છો. આ માટે તમે ચંદનના પાવડરમાં કોઈપણ બ્યુટી ઓઈલના થોડા ટીપાં મિક્સ કરી શકો છો. તમારા ચહેરાને ધોયા પછી દરરોજ તમારા ચહેરા પર આ મોઇશ્ચરાઇઝર લગાવો. તેનાથી થોડા દિવસમાં તમને ફાયદો જોવા મળશે. 

  • Follow us on: