• મગની દાળ હેલ્થ માટે રહે છે લાભદાયી
  • પ્રોટીનથી ભરપૂર પાલક પણ આપે છે અનેક ફાયદા
  • પાલકની અનેક વાનગીઓ ખાધા બાદ ટ્રાય કરો દાળ પાલક

શિયાળાની સીઝનમાં અનેક સારા શાક આવે છે અને તેમાંથી એક પાલક પણ છે. તેનાથી અનેક ટેસ્ટી ડિશ બનાવવામાં આવે છે જેમકે દાળ પાલક, પાલક પનીર, પાલક કટલેટ, પાલક કઢી, પાલક જ્યુસ અને પાલકના પકોડા વગેરે. આ બધું હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે. એવામાં તમે પાલકની કેટલીક ટેસ્ટી રેસિપિ બનાવવાનું વિચારી રહ્યા છો તો ડિનરમાં દાળ-પાલક બનાવી શકો છે. ગરમાગરમ રોટલી સાથે તેનું સેવન લાભદાયી રહેશે. તો જાણો સામગ્રી અને બનાવવાની રીત.

સામગ્રી

  • 1 વાટકી મગની દાળ
  • 1 ઝુડી પાલક
  • 1 સુધારેલું ટામેટું
  • 1 ટી સ્પૂન જીરું
  • 1 ટી સ્પૂન હળદર
  • 1 ચમચી હિંગ
  • 1 ટી સ્પૂન લાલ મરચું
  • 3 લાંબા સુધારેલા મરચા
  • 1 બારીક સુધારેલી ડુંગળી
  • 1 ઈંચનો આદુનો ક્રશ કરેલો પલ્પ
  • 8-10 લસણની કળી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી સ્વાદ અનુસાર
  • તેલ જરૂરિયાત અનુસાર

બનાવવાની રીત

સૌથી પહેલા પાલકને બરોબર ધોઈને સાફ કરી લો. આ પછી તેને બારીક સુધારો. પછી ગેસ પર કૂકર મૂકો અને તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય તો તેમાં જીરું અને હિંગ ઉમેરો, હવે તેમાં મરચા ઉમેરો. મરચાં નાંખ્યા બાદ ડુંગળી, લસણ અને આદુ મિક્સ કરો અને તેને સાંતળો. બરોબર સાંતળી લો પછી તેમાં પાલક મિક્સ કરો. મિશ્રણને 5 મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર મિક્સ કરો. 2 મિનિટ બાદ મગની દાળ, ટામેટા અને થોડું મીઠું મિક્સ કરી લો. હવે મિશ્રણ ઉકળવા લાગે તો તેમાં થોડું પાણી ઉમેરો અને કૂકર બંધ કરો. 2-3 સીટી લો. આ પછી બધી વરાળ નીકળે ત્યાં સુધી રાહ જુઓ. તમારી પાલક મગની દાળ તૈયાર છે. ઉપરથી ઘી લગાવીને રોટલી સાથે કે ભાત સાથે સર્વ કરો. ડિનરમાં આ ડિશ વધારશે મજા. 

  • Follow us on: