વેલેન્ટાઈન ડેને દુનિયાભરમાં પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. 7 ફેબ્રુઆરીથી થઈ 14મી ફેબ્રુઆરીએ આ દિવસ સમાપ્ત થાય છે. આ દિવસો દરમિયાન પ્રેમીઓ પોતાના પ્રેમ એકબીજાને વ્યક્ત કરતા હોય છે. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં આ દિવસ મનાવવામાં નથી આવતો. વેલેન્ટાઈન ડે 14મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. પ્રેમ અને મિત્રતાનું પ્રતીકના રુપમાં આ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. કપલ્સ માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ સમય દરમિયાન દરેક પ્રેમી યુગલો પોતાના પ્રેમીને પ્રેમ વ્યક્ત કરતા હોય છે.
પરંતુ શું તમે એ જાણો છો કે દુનિયામાં એવા ઘણા દેશો પણ છે, જ્યાં વેલેન્ટાઈ ડે મનાવવા પર પ્રતિબંધ છે. આ દેશોમાં જો કોઈ આ નિયમનું ઉલ્લઘન કરે છે તો તે લોકોને કડકમાં કડક સજા પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે વેલેન્ટાઈન કયા કયા દેશોમાં નથી ઉજવવામાં આવતો.
સઉદી અરબ
સઉદી અરબ એક ઈસ્લામિક રાષ્ટ્ર છે જ્યાં શરિયા કાનૂન લાગૂ થાય છે. અહિંયા વેલેન્ટાઈન ડે સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અહિયાની સરકારનું કહવુ છે કે તે પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. અને ઈસ્લામિક પરંપરાઓ સાથે મેળ ખાતી નથી. સઉદી અરબમાં વેલેન્ટાઈન ડે પર ફૂલો, ચોકલેટ્સ, કાર્ડસ આપવુ પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.
ઈરાન
ઈરાનમાં પણ વેલેન્ટાઈન ડેને પશ્ચિમી સંસ્કૃતિ તરીકે જોવામાં આવે છે. ઈરાનની સરકાર અનુસાર, વેલેન્ટાઈન ડેનો ઉત્સવ ઈસ્લામિક માન્યતાઓ વિરુધ્ધ છે. ઘણી વખત સરકારી અધિકારીઓએ વેલેન્ટાઇન ડે પર ખાસ ઝુંબેશ પણ શરૂ કરી હતી અને તેનાથી સંબંધિત વસ્તુઓ જપ્ત પણ કરી છે.
પાકિસ્તાન
પાકિસ્તાનમાં વેલેન્ટાઇન ડેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 2018માં પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં તેના જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કોર્ટે કહ્યું હતુ કે આ દિવસ પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અયોગ્ય હતો જે દેશની ઇસ્લામિક સંસ્કૃતિ સાથે મેળ નથી ખાતો.
ઉઝબેકિસ્તાન
ઉઝબેકિસ્તાનમાં પણ વેલેન્ટાઇન ડે ઉજવવામાં નથી આવતો, કેમકે 2012 સુધી આવું નહોતું. પછીથી અહીંની સરકારે વેલેન્ટાઇન ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. 14મી ફેબ્રુઆરીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય નાયક અને મુઘલ સમ્રાટ બાબરનો જન્મદિવસ પણ છે. આ દિવસે વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે લોકો બાબરનો જન્મદિવસ ઉજવે છે.