• પાચન સંબંધી તકલીફોમાં વારંવાર સમસ્યા આવવી
  • શ્વાસ લેવામાં મુશ્કેલી આવે તો પણ હાર્ટ એટેકનો સંકેત
  • જલ્દી થાકી જવું કે વધારે પરસેવો થાય તો પણ ચેતો

ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયટના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. હાલમાં સૌથી વધારે ઝડપથી કોઈને પણ શિકાર બનાવતો હાર્ટ એટેક તેમાનું એક નામ છે. ડેઈલી રૂટિનમાં ફેરફારની સાથે શરૂઆતી લક્ષણોને સમજી લેવામાં આવે તો તમે હાર્ટ એટેકથી બચી શકો છો. હાર્ટ એટેક પહેલા શરીરમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળે છે. જો તમે આ ફેરફારને ઈગ્નોર કરો છો તો તમે તેનો શિકાર બની શકો છો. તો જાણો કયા ફેરફારને માટે ધ્યાન આપવું જરૂરી છે.

1. જલ્દી થાકી જવું

કામ કર્યા પછી થાક લાગવો એ સામાન્ય વાત છે, પરંતુ જો તમને અચાનક વધુ પડતો પરસેવો આવવા લાગે તો તે શરીરમાં હાજર રોગોની નિશાની હોઈ શકે છે. જેમને પહેલા ઓછો પરસેવો થતો અને હવે તેઓ વધુ પરસેવો અનુભવી રહ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ. તમારે તરત જ તમારા ડૉક્ટર સાથે આ વિશે વાત કરવી જોઈએ.

2. ધીમી પાચનક્રિયા

જાણકારોના મતે જ્યારે હાર્ટ યોગ્ય રીતે કામ નથી કરતું અથવા તેને લગતી કોઈ બીમારી છે તો પાચનતંત્ર બગડવા લાગે છે. જો આહાર અને જીવનશૈલી યોગ્ય હોવા છતાં પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.

3. શ્વાસમાં ફેરફાર

હૃદય રોગના કિસ્સામાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે. આ જ કારણ છે કે જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે તેની પહેલા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે. જો શ્વાસ લેવામાં અચાનક ફેરફાર થાય તો ડૉક્ટરને મળવા જવું જોઈએ.

4. શરીરની ડાબી બાજુમાં તકલીફો વધવી

જ્યારે પણ હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરની ડાબી બાજુના વિવિધ ભાગમાં જેમકે ખભા, જડબા કે હાથમાં દુઃખાવો થવા લાગે છે. હૃદયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો શરીરનો ડાબો ભાગ નબળો પડવા લાગે છે. શરીરની ડાબી બાજુએ આવા ફેરફારોને અવગણવા જોઈએ નહીં.

5. અતિશય પરસેવો થવો

વધુ પડતો પરસેવો પણ શરીરમાં અનેક રોગોની નિશાની હોઈ શકે છે. આને ક્યારેય અવગણવું જોઈએ નહીં. અતિશય પરસેવો જેવા લક્ષણો હાર્ટ એટેક આવે તે પહેલા જ જોવા મળે છે. જો આવું અચાનક થાય અથવા રાત્રે સૂતી વખતે તમને વધુ પડતો પરસેવો થતો હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

  • Follow us on: