આપણે શારીરિક સ્વસ્થતા માટે અનેક ઉપાયો કરીએ છીએ. જીમમાં જવું, પૌષ્ટિક આહાર લેવો અને યોગ કરવાને પ્રાથમિકતા આપતા આરોગ્ય તંદુરસ્ત રાખવા આ પ્રયાસોને દૈનિક આહારમાં સામેલ કરીએ છીએ. દરમિયાન શારીરિક સ્વસ્થતાના લક્ષ્યમાં કયારેક આપણે ચહેરાની સુંદરતાની અવગણના કરીએ છીએ. અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે કેટલાક લોકો શારીરિક રીતે ફીટ હોય છે પરંતુ તેમના ચહેરા પર અકાળે વૃદ્ધત્વના સંકેતો દેખાય છે.
આવી સ્થિતિમાં એ સવાલ જરૂર થાય કે આખરે એવા કયા કારણો છે જેના કારણે ચહેાર પર વૃદ્ધત્વ (aging) દેખાવા લાગ્યું છે. આપણે જાણ્યે અજાણ્યે દૈનિક આહારમાં એવી કેટલીક વસ્તુઓનું સેવન કરવા લાગ્યા છીએ જે ધીરેધીરે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. ખાસ કરીને આ વસ્તુઓનું સેવનથી ચહેરા પર કરચલી (નાની લાઈન-) થવા લાગે છે.
અકાળે ચહેરા પરથી વૃદ્ધત્વ(aging)ના સંકેતો દૂર કરવા આ વસ્તુઓને ઓળખો અને દૈનિક આહારમાં તેને દૂર કરો.
- મોટાભાગના લોકોની દિવસની શરૂઆત ચા અને કોફીથી થાય છે. દિવસ સ્ફૂર્તિમાં પસાર થાય માટે ચા ગુજરાતમાં ઓન ટ્રેન્ડ છે. પરંતુ વધુ પડતી સુગરવાળી ચાનું સેવન ત્વચાને અસર કર છે. ચામાં કેફીન નામનું તત્વ હોવાના કારણે એસિડિટી પેદા કરે છે. તમે ચાના સેવન પર નિયંત્રણ કરી ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.
- આજે લોકો નાસ્તામાં બિસ્કીટ, બ્રેડ અને ટોસનો ઉપયોગ કરવા લાગ્યા છે. મેંદાની બનાવટમાંથી બનતી આ વસ્તુઓના કારણે શરીરમાં સ્થૂળતાની સમસ્યા ઉદભવે છે. વધારે મેંદો ખાવો સ્વાસ્થ્ય માટે સારો નથી. મેંદો ઘઉમાંથી જ બને છે. ઘઉંમાંથી મેંદો બનાવવા માટે બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે. જે લાંબા સમયે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
- પ્રોસેસ્ડ ફૂડ અને તળેલો ખોરાકનું પણ વધુ પડતું સેવન કરવામાં આવે તો ત્વચા પર તરત અસર દેખાવા લાગે છે. તળેલા ખોરાકમાં ઓઇલ ઑક્સિડેશનના કારણે ભોજન બાદ વધુ ભાર લાગે છે. તળેલા ખોરાકાનું જલ્દી પાચન થતું નથી. પેટ સાફ ના થતા ધીરે ત્વચા કાળી પડવા લાગે છે. જ્યારે બજારમાં મળતા પ્રોસેસ્ડ ફૂડમાં પણ તેને ટકાવી રાખવા કેમિકલનો ઉપયોગ કરાતો હોવાથી સ્વાસ્થ્યને નુકસાન કરે છે.
દૈનિક આહારમાંથી કરો દૂર
આપણા રોજિંદા આહારમાં ચા-કોફી અને મેંદાની બનાવટનો ઉપયોગ વધ્યો છે. પહેલાના સમયમાં લોકો જ્યાં ઘઉ અને જુવારમાંથી બનતી વસ્તુઓનું સેવન કરતા હતા. તેના બદલે બજારમાં તૈયાર મળતા બિસ્કીટ, પેકેટ નાસ્તા અને બ્રેડનું સેવન કરવાનું ચલણ વધ્યું છે. જલદી બનતા આ ઇન્સ્ટન્ટ ફૂડ શરીરના સ્વાસ્થ્ય અને ચહેરાની સુંદરતાના દુશ્મન છે. એટલે અકાળે ચહેરા પરનું વૃદ્ધત્વ અટકાવવા દૈનિક આહારમાંથી આ વસ્તુઓને બને તેટલી જલદી દૂર કરો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.