- બેકિંગ સોડાનો નુસખો કરશે કમાલ
- કોફી, નારિયેળ તેલ અને લીંબુનો સ્ક્રબ કરશે મદદ
- મધ અને લીંબુની મદદથી ફરી મળશે ક્લીઅર સ્કીન
આજકાલ અનેક લોકોને બ્લેકહેડ્સની સમસ્યા રહે છે. આ પછી તેઓ અનેક નુસખા અપનાવી લેતા હોય છે. જ્યારે લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે હવા અને પ્રદૂષણના કારણે તેમની સ્કીન પર અનેક પ્રકારની ગંદગી જામે છે. આ પછી તેઓ તેને લઈને પરેશાન રહે છે. બ્લેકહેડ્સના કારણે ચહેરાનો લૂક પણ ખરાબ થાય છે. તો જાણો તેને હટાવવા માટે મોંઘી પ્રોડક્ટ્સના બદલે કયા ઘરેલૂ નુસખા ટ્રાય કરી લેવાથી ફાયદો થશે.
આ ઘરેલૂ અને સસ્તા નુસખા આપશે પરફેક્ટ રીઝલ્ટ
બેકિંગ સોડા
તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો જોવા મળે છે. તે ત્વચાના મૃત કોષો અને વધારાના સીબમને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેને બનાવવા માટે 1 ટેબલસ્પૂન બેકિંગ સોડાને 2 ટેબલસ્પૂન પાણીમાં મિક્સ કરો. તેને બ્લેકહેડ્સવાળી જગ્યા પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને પાણીથી સાફ કરી લો.
સ્ક્રબ
એક્સફોલિએટિંગ સ્ક્રબ ત્વચા પર હાજર તમામ બ્લેકહેડ્સ અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને ત્વચાને કોમળ બનાવે છે. તેને બનાવવા માટે 1 ચમચી કોફીમાં 1 ચમચી નારિયેળ તેલ અને અડધા લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. ત્યારપછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ખાસ કરીને જ્યાં બ્લેકહેડ્સ હાજર હોય ત્યાં તેને લગાવો. આ પછી પાણીથી ચહેરો ધોઈ લો.
મધ અને લીંબુ
2 ચમચી લીંબુના રસમાં અડધી ચમચી દાણાદાર ખાંડ અને અડધી ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને લગભગ 2 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી ત્વચા શુષ્ક લાગે તો મોઈશ્ચરાઈઝર લગાવો. તેને આંખો અને મોંની આસપાસ લગાવવાનું ટાળો.
ટામેટા અને લીંબુ
એક બાઉલમાં અડધા ટામેટાની પ્યુરી બનાવો અને અડધા લીંબુને નિચોવીને બરાબર મિક્સ કરો. પછી કોટન પેડનો ઉપયોગ કરીને તેને તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને રૂમાલની મદદથી ચહેરો સુકાવો. થોડો સમય આ કામ કરવાથી તમને ફરક જોવા મળશે.