- મૂવી ડેટ કરી પ્લાન કરી મૂકો પ્રપોઝલ
- ડિનર પણ બની શકે છે ખાસ ઓપ્શન
- ડાન્સ પાર્ટીનો બનાવી લો પ્લાન
કપલ્સના પ્રેમનું અઠવાડિયું એટલે કે વેલેન્ટાઈન વીક જલ્દી આવવાનું છે. આ સમયની ખાસ કરીને કપલ્સ રાહ જોતા હોય છે. આ એ અવસર છે જ્યારે કપલ્સ પ્રેમનો એકરાર કરે છે. એકમેકને સ્પેશિયલ ફીલ કરાવવાની કોશિશ કરે છે. તે દિલની વાત પાર્ટનરને કરે છે. લોકો એકમેકથી પોતાની ફિલિંગ્સને શેયર કરીને બોન્ડને મજબૂત કરવાની કોશિશ કરે છે. કેટલાક લોકો ખાસ કરીને સંબંધોમાં પ્રપોઝલ આપવા માટે આ દિવસની રાહ જુએ છે. જો તમે પણ આ દિવસને ખાસ બનાવવા ઈચ્છો છો તો તમે પ્રપોઝ કરવા માટે ખાસ પ્લાન તૈયાર કરી શકો છો. જેનાથી તમારા પાર્ટનર ખુશ થશે.
પ્લાન કરો સરપ્રાઈઝ
આજકાલ મોટાભાગના લોકો સવારે વહેલા ઉઠે છે અને ફોન ચેક કરે છે. એવામાં જો સવારે ઉઠતાં જ સરપ્રાઈઝ મળે તો તમારો દિવસ બની જશે. તમે પાર્ટનરને સવારે મનપસંદ ફૂલનો બુકે આપી શકો છો.
મૂવી ડેટ પ્લાન કરો
તમે તમારા વેલેન્ટાઈન ડેને વધારે ખાસ બનાવવા માટે તમે પાર્ટનરની સાથે મૂવી ડેટ પ્લાન કરી શકો છો. આ માટે તમે એવી ફિલ્મ પસંદ કરો. જે બંનેને પસંદ હોય. જો તમે કોઈ રોમેન્ટિક મૂવી પણ પ્લાન કરો છો તો તે સમયે તમે તમારા દિલની વાત કહી શકો છો.
ડિનર પણ છે ઓપ્શન
મોટાભાગે ગર્લ્સને ખાસ દિવસોએ કેન્ડલ લાઈટ ડિનર પસંદ આવે છે. જો તમે સરપ્રાઈઝમાં આ પ્લાન અજમાવો છો તો તમને સફળતા મળી શકે છે. તમે ખાસ રેસ્ટોરન્ટમાં ડિનર પ્લાન કરો. તમે કેન્ડલ લાઈટ ડિનરમાં તમારા મનની વાત કરી શકો છો. આ સરપ્રાઈઝ પણ પાર્ટનરને પસંદ આવશે.
ડાન્સ પાર્ટી
અનેક યુવતીઓ એવી હોય છે જેને ડાન્સ કરવાનું પસંદ હોય છે. તમે ઈચ્છો તો પાર્ટનરને માટે ડાન્સ પાર્ટી પ્લાન કરી શકો છો.મ્યુઝિક સાંભળવાથી મૂડ લાઈટ થાય છે અને સાથે તે રોમેન્ટિક પણ લાગે છે. તેના માટે તમે કોઈ જગ્યાએ ડાન્સ કરતી સમયે પ્રપોઝ કરી શકો છો.