• પિછોલા ઝીલ પર રોમેન્ટિક ડેટનો પ્લાન
  • જગ મંદિર અને સીટી પેલેસ પણ છે ખાસ જગ્યાઓ
  • દૂધ તલાઈમાં ઉંટ અને ઘોડેસવારીનો આનંદ માણી શકાશે

ફેબ્રુઆરીનો મહિનો લગભગ દરેક કપલ માટે ખાસ હોય છે. વેલેન્ટાઈન વીક પર તમે પ્રેમી સાથે ફરવા જવા અને સમય વીતાવવાનું પસંદ કરો છો. અનેક લોકો બીઝી શિડ્યુલના કારણે પ્રેમ દેખાડવાનો સમય મેળવી શકતા નથી. એવામાં લોકો આ અવસરે પાર્ટનરની સાથે પ્રેમનો એકરાર કરે છે અને રોમેન્ટિક સમય એકમેક સાથે સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે.

સેલિબ્રેશન માટે ક્યાં જશો ફરવા

અનેક કપલ્સ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે પહાડોમાં શિમલા અને મનાલી ફરવા જાય છે. જો તમે ઠંડીના કારણે પહાડોના બદલે ક્યાંક બીજે ફરવા જવા ઈચ્છો છો તો તમે ઉદયપુર પણ પ્લાન કરી શકો છો. અહીં અનેક એવી રોમેન્ટિક જગ્યાઓ છે જ્યાં તમે પાર્ટનરની સાથે તમારો ખાસ સમય પ્લાન કરી શકો છો.

પિછોલા ઝીલ

જો તમે રોમેન્ટિક ડેટ પર જવા ઈચ્છો છો તો તમે ઉદયપુરમાં પિછોલા ઝીલ પર જઈ શકો છો. અહીં પર્યટકો ફરવા આવે છે. અહીં તમે પાર્ટનરની સાથે સુંદર દૃશ્યનો આનંદ માણી શકો છો. પિછોલા ઝીલ જવા માટે એક વ્યક્તિની ટિકિટનો ખર્ચ લગભગ 400-600ની વચ્ચે આવે છે.

જગ મંદિર

રાજસ્થાનના ઉદયપુરમાં જગમંદિર એક રાજમહેલ છે. આ પિછોલા ઝીલના કિનારે આવેલું છે. તેને લેક ગાર્ડન પેલેસના નામે પણ ઓળખવામાં આવે છે. અહીં પાર્ટનરની સાથે બોટિંગની મજા પણ માણી શકાય છે.

સિટી પેલેસ

આ કોમ્પલેક્સ અનેક કિલ્લાનો સમૂહ છે જેને મેવાડના રાજાઓએ બનાવ્યું હતું. તમે અહીં પાર્ટનરની સાથે જઈ શકો છો. આ કોમ્પલેક્સમાં એક મુખ્ય પેલેસ છે જેને ગાર્ડન પેલેસના નામે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય તમે અહીં શીશ મહેલ, મોતી મહેલ, દિલકુશ મહેલ અને ફતેહ પ્રકાશ પેલેસને પણ જોઈ શકો છો.

દૂધ તલાઈ

આ ઝીલ શિવ પેલેસ અને પિછોલા ઝીલની પાસે સ્થિત છે. અહીં તમે ઉંટ અને ઘોડાની સવારીનો આનંદ લઈ શકો છો. અહીં મ્યુઝિકલ ગાર્ડન છે જે વધુ એટ્રેક્ટિવ છે.  

  • Follow us on: