ફટકડીનો ઉપયોગ સામાન્ય રીતે ઘરેલું ઉપાય તરીકે થાય છે. તેનો ઉપયોગ ફક્ત દવા તરીકે જ નહીં પણ સ્કિનની સંભાળ માટે પણ થાય છે. મોટાભાગના લોકો ફટકડીનો ઉપયોગ આફ્ટર શેવ તરીકે અને પિગમેન્ટેશન ઘટાડવા માટે કરે છે. તેના એક નહીં પણ ઘણા ફાયદા છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે, જે સ્કિનને અનેક પ્રકારની સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે. તેમાં એલ્યુમિનિયમ અને પોટેશિયમ, સોડિયમ અથવા એમોનિયમ જેવી વસ્તુઓ હોય છે, જે સ્કિનને સાફ અને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.  જાણો તેના ફાયદા શું છે?


શેવિંગ પછી ફટકડીનો ઉપયોગ

ફટકડી સ્કિનની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ફાયદાકારક છે. તે ઘા રૂઝાવવામાં મદદ આપે છે, ખીલ ઘટાડે છે અને સ્કિનને ક્લિયર કરવામાં મદદ કરે છે. ફટકડીનો ઉપયોગ શેવિંગ પછી કરવામાં આવે છે.

બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે

મોટાભાગના લોકોના નાક પર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ હોય છે, જે સ્કિનની અન્ય સમસ્યાઓમાં વધારો કરે છે. આ માટે, ઓલિવ અથવા નારિયેળ તેલમાં 1 ચમચી ફટકડી પાવડર ભેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, તેને બ્લેકહેડ્સ હોય ત્યા લગાવો અને સ્ક્રબ કરો. આનાથી તમારા બ્લેકહેડ્સ ઓછા થશે અને સ્કિનની અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.

ડાઘ દૂર થઈ જશે

ફટકડીનો ઉપયોગ કરીને ચહેરા પરના ડાઘને સરળતાથી દૂર કરી શકાય છે.  ફટકડીને ચહેરા પર 4 થી 5 મિનિટ સુધી રાખો અને પછી ચહેરો ધોઈ લો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. આનાથી, તમારા ડાઘ ધીમે ધીમે ઓછા થવા લાગે છે.

ખીલમાં મદદરૂપ

જો તમારી સ્કિન પર ખીલ છે, તો ફટકડી તેના માટે ખૂબ જ ફાયદાકારક છે.  ફટકડીનો પાવડર બનાવો. આ પછી, તેને ગુલાબજળમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને 2-3 મિનિટ સુધી માલિશ કરો અને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરો છો, તો તમે ખીલથી છુટકારો મેળવી શકો છો.

આ બાબતો ધ્યાનમાં રાખો

1. ફટકડીને સીધા ઘા પર લગાવતા પહેલા તેને પાણીમાં ઓગાળી લેવી જરૂરી છે.

2. સ્કિન પર મોટી માત્રામાં ફટકડીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે સ્કિનને ડ્રાય કરી શકે છે.

3. ખોરાકમાં ફટકડીનો ઉપયોગ કરતા પહેલા, ડૉક્ટરની સલાહ લો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.


  • Follow us on: