શિયાળાની ઋતુમાં લોકો શરીરની માવજત માટે ઘણું જ ધ્યાન રાખતા હોય છે. અમૂક લોકો આહારને ખૂબ જ પ્રાધાન્ય પણઆપે છે. તેવામાં જો શિયાળામાં સૂકા મેવાને આહારમાં સામેલ કરવામાં આવેતો શરીરને બીમારીઓથી બચાવી શકાય અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય. સૂકા મેવા ખાવાથી શરીરને એનર્જી અને ઘણા જરૂરી પોષક તત્વો મળે છે. જે શરીરને ઘણા રોગોથી બચાવે છે અને સ્વાસ્થય પણ સારં રહે છે.


શિયાળા માટે ડ્રાય ફ્રુટ્સઃ

ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમીની ખૂબ જ જરૂર હોય છે. અહીં કેટલાક એવા સૂકામેવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેને પોષક તત્વોનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. આ ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જે શરદીથી તો બચાવશે જ સાથે દિવસભરની શરીરની એનર્જી પણ જાળવી રાખશે.

તમારા આહારમાં આ ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છો:

1. બદામ

શિયાળામાં બદામ ખાવું એ સ્વાસ્થય માટે સારં માનવામાં આવે છે બદામમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દરરોજ કેટલી બદામનું સેવન કરવું જોઈએ? કારણ કે બદામનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે દિવસમાં બેથી પાંચ પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે, તેનાથી શરીર ગરમ રહે છે.

2. અખરોટ

અખરોટમાં ખૂબ જ ઓછી માત્રામાં ચરબી હોય છે. જે હૃદય અને મગજ માટે ખૂબ જ સારી ગણાય છે. અખરોટ એન્ટીઓક્સીડેન્ટનો પણ સારો સ્ત્રોત ગણવામાં આવે છે, જે વાયરસના ચેપ સામે લડવામાં મદદરુપ સાબિત થાય છે અખરોટને સલાડમાં ઉમેરીને નાસ્તામાં પણ ખાઈ શકાય છે.

3. સૂકા અંજીર

સૂકા અંજીર શિયાળામાં શરીરને ગરમ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે જે પાકેલા અને સૂકા બંને રીતે ખાઈ શકાય છે શરીરને અંજીરમાંથી વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળશે અંજીર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે સાથે જ પાચનતંત્ર પણ સારું બને છે આને ખાવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે.

4. પિસ્તા

શિયાળામાં પિસ્તા ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ ઓછામાં ઓછા 3 થી 4 પિસ્તા ખાવા જોઈએ. પિસ્તામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે, પિસ્તા ખાવાથી એનર્જી લેવલ વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હાડકા અને દાંત પણ મજબૂત થાય છે. આપણી ત્વચાની સંભાળ રાખવામાં મદદ કરે છે. બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરુપ થાય છે

5. કાજુ

કાજુ એ પ્રોટીન, ઝીંક અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખજાનાનો ભંડાર છે. કાજુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે કાજુમાં વિટામિન Bનો ખજાનો હોય છે. સૌંદર્ય વધારવા માટે ઘરેલુ નુસ્ખામાં વપરાય છે.

6. ખજૂર

શિયાળાની ઋતુમાં ઘણા લોકો ખજૂર ખાવાનું વધું પસંદ કરતા હોય છે. ખજૂર તેમના માટે સારો વિકલ્પ છે. ખજૂરમાં ફાઈબર અને પોટેશિયમ હોય છે. દૂધ અને ખજૂર એકસાથે ખાવાથી શરદી અને ખાંસી દૂર રહે છે. ખજૂર શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. 


Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયનની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: