આપણે જેવું ખાઈએ છીએ એની અસર આપણા શરીર અને ચહેરા પર સ્પષ્ટ નજર પડે છે આપને જણાવી દઈએ કે આપણી ખાણી-પીણીની અસર સીધી જ તમારી ફિટનેસ, તમારા દેખાવ અને તમારી તબિયત પર પડે છે એ જ કારણ છે કે આપણે હંમેશા સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવો જોઈએ.
મોટી ઉંમરના નિશાન દેખાવા લાગે છે
ખાસ કરીને 30ની ઉંમર પછી સ્ત્રીઓ અને પુરુષોએ તેમના ખાવાપીવા પર ઘ્યાન દેવાનું શરુ કરી દેવું જોઈએ. 30 વર્ષ પછી શરીરમાં કેટલાય બદલાવ થવા લાગે છે આ બદલાવના લીધે મસલ લોસ થવા લાગે છે તમારું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે.જેનાથી શરીરમાં ફેટ (ચરબી)જમા થવા લાગે છે. શરીરમાંથી કોલેજન પણ ઓછું થવા લાગે છે.જેનાથી તમારી સ્કીન ઢીલી થવાની શરુ થઈ જાય છે અને મોટી ઉંમરના નિશાન દેખાવા લાગે છે.
લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર
અહીંયા અમે તમને એવા ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 30 વર્ષ પછી મહિલાઓએ કોઈ પણ સંજોગોમાં ખાવાનું શરુ કરી દેવું જોઈએ. લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે જેમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે અને એ હ્રદયરોગ અને મોતિયા અને કેટલાક પ્રકારના કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. લીલાં શાકભાજી વિટામિન સીથી પણ ભરપૂર હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ છે.કોલેજન ઉત્પાદનમાં વિટામિન સી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે આનું સેવન તમારી સ્કીનને જલદી ઢીલી થવાથી બચાવે છે.અને સ્કીનને ટાઈટ રાખે છે
અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.આમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે અને એ હૃદયરોગ અને સ્તન કેન્સર જેવી ક્રોનિક ડિસીઝથી જોખમને ઓછું કરી શકે છે એવોકાડો એક સુપરફૂડ છે જે તમને ઘરડા થતા બચાવે છે આના સિવાય આમાં હ્રદય માટે જરુરી હેલ્દી ફેટ્સ, ફાઈબર અને ઘણા વિટામીન અને ખનીજ હોય છે જે શરીરને પોષણ આપે છે અને ઘણી બીમારીઓથી બચાવે છે.
(Disclaimer: આ વિગતો કે માહિતી વાચકોના નોલેજને વધારવા માટે લખાઈ છે, વધુ સારા પરિણામો માટે તજજ્ઞોની સલાહ જરૂરી છે)













