• શિયાળામાં બને છે ગરમાગરમ વડા
  • બાજરી અને મેથીની મદદથી બનશે વડા
  • બાજરીના વડા ચા સાથે લાગે છે ટેસ્ટી

હાલમાં શિયાળાની સીઝન પૂર જોશમાં છે. ઠંડીનો ચમકારો પણ શરૂ થયો છે. આ સમયે તમે મકાઈ અને બાજરીના રોટલા પણ ટ્રાય કરતા જ હશો. પણ જો તમે તેમાં કંઈ નવું કરવા ઈચ્છો છો તો તમે બાજરીના લોટની મદદથી વડા તૈયાર કરી શકો છો. ગરમાગરમ અને ટેસ્ટી વડા તમે ચા સાથે નાસ્તામાં પણ ટ્રાય કરી શકો છો. તો જાણો કઈ રીતે બાજરીના વડા જાતે બનાવશો અને ટેસ્ટી નાસ્તો મળશે.

સામગ્રી

  • 500 ગ્રામ બાજરીનો લોટ
  • 100 ગ્રામ મેથીની ભાજી
  • 200 ગ્રામ ખાટું દહીં
  • 1 ચમચી લસણ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી તલ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી આદુ મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 બાઉલ મેથીની ભાજી

બનાવવાની રીત

સૌ પ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી. ત્યારબાદ તેમાં તલ, લસણ, આદું-મરચાં, હિંગ, હળદર, મીંઠુ સ્વાદાનુસાર નાંખી ખાટા દહીંથી લોટ બાંધી લો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હથેલીમાં લોટ લઇને તેને થેપીને વડા બનાવી લો. હવે આ વડાને તળી લેવા. તૈયાર છે ગરમા ગરમ બાજરીના વડા. તમે સાતમના દિવસે આ વડાનો સ્વાદ સરળતાથી માણી શકશો. 

  • Follow us on: