• ભાજપના તાશી ગ્યાલસન અને કોંગ્રેસના ત્સેરિંગ નામગ્યાલને હરાવ્યા
  • ભાજપે 2014 અને 2019માં લદ્દાખમાં મેળવી હતી જીત
  • આ વખતે જીતની હેટ્રિકથી ચૂકી ભાજપ

દેશના એક કેન્દ્રશાસિત પ્રદેશ એવો છે જ્યાં એક લોકસભા સીટ પર ન તો ભાજપ કામ આવી અને ન તો કોંગ્રેસ. આ દેશનો સૌથી સુંદર પ્રદેશ છે. તેની એક તરફ ચીન છે અને બીજી તરફ જમ્મૂ કાશ્મીર છે. અહીં વાત થઈ રહી છે લદ્દાખની. જ્યાંથી શિયા નેતા ઉમેદવાર મોહમ્મદ હનીફા ચૂંટણી જીત્યા છે.

ભાજપે 2014 અને 2019માં લદ્દાખમાં મેળવી હતી જીત

આ નેતાએ ભાજપના તાશી ગ્યાલસન અને કોંગ્રેસના ત્સેરિંગ નામગ્યાલને હરાવી દીધા છે. આજે લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીના સમયે તેઓએ શરૂઆતમાં જ જીત મેળવી હતી. ભાજપે 2014 અને 2019માં લદ્દાખ લોકસભા સીટ જીતી હતી અને પછી લદ્દાખમાં ભાજપ હેટ્રિકથી ચૂકી. ભાજપે જામયાંગ ત્સેરિંગ નામગ્યાલની ટિકિટ હટાવીને અને તાશી ગ્યાલસનને ટિકિટ આપી હતી.

લદ્દાખમાં પહેલીવાર થયું શાંતિપૂર્ણ મતદાન

યૂનિયન ટેરિટરી બન્યા બાદ લદ્દાખમાં પહેલી લોકસભા ચૂંટણી હતી જે 20મેના રોજ સંપન્ન થઈ હતી. અહીંની સીટ માટે 2024માં લોકસભા ચૂંટણી માટે ભાજપે આ સીટથી તાશી ગ્યાલસનને ઉમેદવાર બનાવ્યા, જ્યારે કોંગ્રેસે ત્સેરિંગ નામગ્યાલને ઉમેદવાર બનાવ્યા હતા.

ચૂંટણી આયોગના અનુસાર અહીંનું વોટિંગ લગભગ 70 ટકાથી વધુ રહ્યું, કારગિલના વિસ્તારથી રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોએ મળીને પોતાના અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફાને મેદાનમાં ઉતાર્યા તો પહેલીવાર ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો. ક્ષેત્રફળની રીતે લદ્દાખ લોકસભા ચૂંટણી ક્ષેત્ર દેશનું સૌથી મોટું છે.તેને જમ્મૂ કાશ્મીરથી અલગ કરીને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.  

  • Follow us on: