- 2014 અને 2019થી વિપરિત છે પરિણામો
- એન ફેક્ટર સાથે કેવી રીતે જોડાઈ ચૂંટણી
- શું નહેરુની બરાબરી કરીને ત્રીજી વાર નમો સરકાર બનશે!
દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષતાની એનડીએ 295 સીટની સાથે ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. 2014 અને 2019ની ચૂંટણીના પરિણામોથી વિપરિત આ વખતે ભાજપ બહુમત માટે જરૂરી જાદુઈ આંકડાથી પાછળ રહેતી જોવા મળી રહી છે. એન ફેક્ટરની સાથે શરૂ થયેલા ચૂંટણીના પરિણામોએ પણ એન ફેક્ટર આપ્યું છે.
એન ફેક્ટર સાથે કેવી રીતે જોડાઈ ચૂંટણી
આ ચૂંટણીની શરૂઆતથી એક એન ફેક્ટર જોડાયું હતું. આઝાદી બાદથી અત્યાર સુધી પંડિત જવાહરલાલ નહેરુને છોડી દેવામાં આવે તો કોઈ પણ પ્રધાનમંત્રી સતત ત્રીજી વાર સરકાર બનાવવામાં સફળ રહ્યા નથી. પીએમ મોદીની પાસે આ ચૂંટણીમાં સતત ત્રીજી વાર સરકાર બનાવીને પંડિત નહેરુના રેકોર્ડની બરાબરી કરવાનો અવસર મળ્યો હતો. લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થયા છે તો સાથે એન ફેક્ટર પણ કામ કરી રહ્યું છે. નમો, નીતિશ અને નાયડુ. નમો એટલે નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરેલા એનડીએની સરકાર બનાવવાનો જનાદેશ મળતો જોવા મળી રહ્યો છે. હાલ સુધીના રૂઝાનમાં એનડીએને 296 સીટ મળી રહી છે પણ ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વાર બહુમતની સાથે મોદી સરકાર બનાવવાનો અવસર ચૂકતી જોવા મળી રહી છે.
શું નહેરુની બરાબરી કરીને ત્રીજી વાર નમો સરકાર બનશે!
વધુ એક એન એટલે કે નહેરુની બરાબરી કરીને સતત ત્રીજી વાર સરકાર બનાવવા માટે પીએમ મોદીને 2 અન્ય એન નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટીઓના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. નીતિશ અને નાયડુની સરકાર નક્કી થવાની છે. નીતિશની અધ્યક્ષતાના જનતા દળને 14 અને નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને 16 સીટો મળી રહી છે. આ બંને દળ પણ એનડીએમાં છે.
એન ફેક્ટર અને એનડીએનું ગણિત
એનડીએને મળી રહેલી 295માંથી આ બંને પાર્ટીને મળી રહેલી 30 સીટ ઘટાડી દેવામાં આવે તો સત્તાધારી ગઠબંધન 265 સીટની આસપાસ આવશે જે બહુમત માટે જરૂરી 272ના આંકડાથી થોડું ઓછું છે. મોદી સરકારની ત્રીજી પારી નીતિશ કુમાર અને નાયડુના પરિણામો પર નિર્ભર રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે TDP વડા ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે. તે જ સમયે, બિહાર બીજેપી અધ્યક્ષ અને પોતાની સરકારમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી બિહારના સીએમ નીતિશ કુમારને મળવા સીએમ હાઉસ પહોંચ્યા હતા. જો કે એવા અહેવાલો છે કે સમ્રાટ ચૌધરી નીતિશ કુમારને મળી શક્યા નથી. નીતિશે એક દિવસ પહેલા જ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. હવે નીતીશ સમ્રાટ ચૌધરીને મળી શક્યા ન હોવાથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. અટકળો વચ્ચે આરજેડીએ દાવો કર્યો છે કે નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ બદલાની રાજનીતિના પક્ષમાં નથી અને તેઓ કોઈપણ મોટો નિર્ણય લઈ શકે છે. જો કે જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું છે કે અમે એનડીએમાં છીએ અને એનડીએમાં જ રહીશું.