પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થવાની છે. જે માટે અત્યારથી જ સાધુ સંતો આ ભૂમિ પર આવી પહોંચ્યા છે. આકરા તપસ્વીઓ તથા મહિલા સાધુઓ પણ આવી પહોંચ્યા છે. આ સનાતન મહોત્સવમાં વિશ્વની અરબપતિ મહિલાઓ પણ હાજરી આપશે. ત્યારે આવોજાણીએ કોણ કોણ આવશે પ્રયાગરાજ મહાકુંભ અને તેને લઇને કેવી છે તૈયારીઓ,
અબજોપતિ મહિલાઓ આવશે મહાકુંભમાં
વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભમાં વિશ્વની અબજોપતિ મહિલાઓ આવી પહોંચશે. તેમના રોકાણ માટે આધુનિક સુવિધાઓ કરવામાં આવી છે. મહારાજા ડિલક્સ ઉપરાંત અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર કોટેજ બનાવવામાં આવી રહ્યા છે. આ અબજોપતિ મહિલાઓમાંથી એક છે એપ્પલની માલકિન લોરેન પૉવેલ જોબ્સ. તેઓ પણ સંગમની રેતી પર કલ્પવાસ કરશે અને પૌષ પૂર્ણિમાના રોજ પ્રથમ ડૂબકી લગાવશે.
લોરેન મહાકુંભના ઉદ્ઘાટનના દિવસે આવશે. તેમના રહેવાની વ્યવસ્થા નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદની શિબિરમાં કરવામાં આવી છે. તે 29મી જાન્યુઆરી સુધી તેમના કેમ્પમાં રહેશે અને સનાતન ધર્મને સમજશે.
સ્ટીવ જોબ્સના પત્ની પણ આવશે
તે કૈલાશાનંદની શિબિરમાં 19 જાન્યુઆરીથી શરૂ થનારી કથાના પ્રથમ યજમાન પણ હશે. લોરેન પોવેલ જોબ્સ એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના મૃત્યુ પછી વારસામાં મળેલી $25 બિલિયનની સંપત્તિની માલિક છે.
સુધામૂર્તિ પણ આવશે
આ ઉપરાંત ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સ્થાપક નારાયણ મૂર્તિની અબજોપતિ પત્ની પ્રખ્યાત સામાજિક કાર્યકર સુધામૂર્તિ પણ મહાકુંભમાં ડૂબકી લગાવશે. ઉલ્ટા કિલ્લા પાસે સુધામૂર્તિ માટે કુટીર તૈયાર કરવામાં આવી રહી છે. તેઓ પણ મહાકુંભની સંસ્કૃતિને સમજશે.
સાવિત્રી જિંદાલ પણ આવશે
આ ઉપરાંત ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી દેવી જિંદાલ પણ મહાકુંભમાં આવી રહ્યા છે. આ મહિલાઓ માટે સ્વામી અવધેશાનંદ અને ચિદાનંદ મુનિની શિબિરોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હેમા માલિની પણ આવશે
પ્રખ્યાત સિને સ્ટાર અને સાંસદ હેમા માલિની પણ મહાકુંભમાં ડૂબકી લગાવશે. હેમા માલિની જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીના કેમ્પમાં રહેશે. તેઓ સંગમમાં ડૂબકી પણ લગાવશે.
મહાકુંભમેળામાં કલ્પવાસ શા માટે રાખવામાં આવે છે?
સનાતન ધર્મમાં કુંભ મેળા (મહા કુંભ 2025)નું વિશેષ મહત્વ છે. આ ધાર્મિક વિધિને તપ, શિસ્ત અને કઠોર ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યાં ભક્તો ધાર્મિક તેમજ આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરે છે. માન્યતા છે કે માઘ મેળામાં ત્રણ વખત સ્નાન કરવાથી દસ હજાર અશ્વમેઘ યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. તેમજ તમામ પાપો ધોવાઈ જાય છે અને વ્યક્તિને ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મળે છે.













