મહાકુંભમાં મૌની અમાવસ્યા દરમિયાન નાસભાગ સર્જાઇ હતી. આ મુદ્દે પીએમ મોદીએ યુપીના સીએમ યોગી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને તુરંત સહાય માટે નિર્દેશ કર્યા હતા. બુધવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. અને સ્નાન કરવા મુદ્દે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઇ હતી. આ સમયે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ નાસભાગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થવાના સમાચાર છે. આ તમામ મુદ્દે પીએમ મોદીએ સીએમ યોગીને તમામ પ્રકારની મદદ કરવા માટે આશ્ર્વાસન આપ્યુ છે.
પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા
મહાકુંભમાં થયેલી નાસભાગના કારણે દેશમાં ચિંતાનો માહોલ છે. આ તમામની વચ્ચે પીએમ મોદીએ પણ સીએમ યોગીને તમામ પ્રકારની મદદ માટે નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ આ દુર્ઘટના મામલે ચિંતા વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટની ભરમાર
નાસભાગ મામલે સીએમ યોગીએ એક્સ પર લખ્યુ હતુ કે, શ્રદ્ધાળુઓ અફવા પર ધ્યાન આપે. ધીરજપૂર્વક કામ કરે. અને તંત્ર તમારી મદદ કરવા માટે ખડેપગે હોવાનું પણ પોસ્ટમાં લખ્યુ હતુ. તો આ તરફ, સમાજવાદી પાર્ટીએ મહાકુંભમાં બનેલી દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી હતી. સમાજવાદીએ લખ્યુ હતુ કે, સીએમ યોગીએ માત્ર ઢંઢેરો જ પિટીયો હતો. મહાકુંભની વ્યવસ્થા કરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સમાજવાદી પાર્ટીએ પોતાના પોસ્ટમાં લખી હતી. રાહુલ ગાંધીએ પણ એક્સ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતુ. રાહુલ ગાંધીએ લખ્યુ હતુ કે, નાસભાગના કારણે અમુક શ્રદ્ધાળુઓના મોત થયા છે. અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે દુઃખ છે. અને સાથે મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલોને જલદી જ સ્વસ્થ માટે પ્રાર્થના કરુ છું.
અમૃત સ્નાન પર સસ્પેંસ
મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના અવસરે થયેલી ભાગદોડ બાદ, અખાડાઓના અમૃત સ્નાન અંગે હજુ પણ સસ્પેન્સ છે. અખાડાઓ અમૃત સ્નાન કરશે કે નહીં તે અંગે ચર્ચા હજુ પણ ચાલી રહી છે. દરમિયાન, મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળાના અધિકારીએ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. જો મેળાના અધિકારીઓનું માનીએ તો અખાડાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. અમૃત સ્નાનનો સમય ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. અમે ઇચ્છીએ છીએ કે અખાડા સ્નાન કરવામાં આવે. અને તેના માટે અધિકારીઓ વ્યવસ્થા કરી રહ્યા છે.
ભીડ એકત્ર ન કરો
મેળાના અધિકારીઓનું કહેવું છે કે મહાકુંભ મેળાના અધિકારીઓ અખાડાના અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. એટલું જ નહીં, બધા બ્રિજ અને બેરિકેડિંગ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે સંગમ નાક પર ભીડ એકઠી ન થવી જોઈએ. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પોલીસ અધિકારીઓ પોતે ઘટનાસ્થળે હાજર છે.