નવરાત્રીને આડે હવે થોડાંક દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગરબારસિકોએ તૈયારીઓ બે ત્રણ મહિનાઓ પહેલેથી શરૂ થઇ જતી હોય છે. તમે સૌ કોઇ જાણતા હશે અમદાવાદના પાઘડી મેનને. જે દર વર્ષે અલગ અલગ થીમ પર પાઘડી બનાવીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ અનુજે ગર્વ અનુભવાય તેવી પાઘડી તૈયાર કરી છે. આવો જાણીએ તેની પાઘડી અને તેના વિશે..
14.5 કિલોનો કોસ્ચ્યુમ પહેરી ગરબે ઘૂમશે
આમતો પાઘ શબ્દ માત્ર એક શબ્દ નથી પરંતુ એક ભાર વાચક અર્થ છે. પુરૂષો માટે મોભાનું પ્રતીક છે. દર વર્ષે અનુજ અલગ અલગ થીમ પર પાઘડી બનાવીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ વર્ષના ઓપરેશન સિંદૂર દરેકને યાદ હશે. કશ્મીરમાં લીધેલા માસૂમોના જીવને બદલે આપણે બદલો ઓપરેશન સિંદૂરથી લીધો. અને આ વર્ષે અનુજે આ જ થીમ પર પોતાની 3.5 કિલોની પાઘડી તૈયાર કરી છે. આ સાથે જ તેનો આખો કોસ્ચ્યુમ 14.5 કિલોનો છે એટલે કે તે આટલો હેવી ડ્રેસ પહેરીને નવરાત્રીમાં ગરબે ઘૂમશે...
પાઘડી મેનની સફર શરૂ થઇ 2017થી
અનુજનુ કહેવુ છે કે જ્યારે તે ગરબા રમવા જતો ત્યારે જોતો કે કોમ્પિટિશન દરમિયાન લોકો બેસ્ચ ચણિયા ચોળી કે કેડિયા માટે એવોર્ડ લઇ જાય છે, પણ પાઘ માટે કોઇને એવોર્ડ નથી મળતો. બાદમાં એને વિચાર આવ્યો કે હું પાઘડી જોરદાર અને મસ્ત બનાઉ તો તેમાં એવોર્ડ મળી શકે છે. અનુજ આઉટ ઓફ કન્ટ્રી જઇને પણ ઇન્ડિયાને રિપ્રેઝટેશન કરે છે. 2017થી શરૂ કરેલી આ પાઘ બનાવવાનો જોશ આજે પણ દર વર્ષે નવરાત્રી દરમિયાન તેનામાં અવિરત છે.
આ વર્ષની થીમ ઓપરેશન સિંદૂર
વર્ષ 2016માં ગરબા રમવા દરમિયાન અનોખી પાઘડી બનાવવાનો આવેલો વિચારથી હું આજે આખા ગુજરાતમાં "પાઘડી મેન" તરીકે જાણીતો બન્યો છે. વર્ષ 2017થી દર વર્ષે ચાલુ વર્ષના ટ્રેન્ડિંગ વિષય પર પાઘડી બનાવતો આવ્યો છે, જેમાં 2017માં GST પાઘડી, 2018માં અમદાવાદને યુનિસ્કોના હેરિટેજમાં સ્થાન મળ્યું એનું ગૌરવ દર્શાવતી પાઘડી, 2019માં ભારતનાપીએમ નરેન્દ્ર મોદી ફરીવાર પીએમ બનતા મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ પાઘડી, 2021માં સોનુ સુદ માટે રિયલ હીરો પાઘડી, 2022માં આઝાદીના અમૃત મહોત્વસની પાઘડી અને આ વર્ષે 2023માં ચંદ્રયાન, અયોધ્યાના રામ મંદિર અને મોદીજીની તસવીર સાથે "રામરાજ્ય પાઘડી" બનાવી છે. 2024માં આત્મનિર્ભર ભારત પાઘડી અને 2025માં ઓપરેશન સિંદૂરની પાઘડી જેમાં અલગ અલગ ફાઇટર જેટ, પીએમ મોદી, ઓપરેશન સિંદૂરનો લોગો, સોફિયા અને વ્યોમિકાનો ફોટો, ગન મશીન ટેન્ક, મિસાઇલ્સ, રાજા રજવાડા સહિત પ્રોપનો ઉપયોગ કરી પાઘ તૈયાર કરી છે.