નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.
સાંજે 6 વાગે 16 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત
અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાય છે. આજે સાંજે 6 વાગે 16 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત કરાશે પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર થશે. જે તમને વધુ પ્રાત્સાહન આપશે.
