પિમ્પલ્સ થવાની સમસ્યા એ સામાન્ય બાબત છે. ઘણા ઉપચાર કરવાથી તેમાં રાહત મળે છે. પરંતુ અમુક લોકોના ચહેરા પર પિમ્પલ્સ અને ડાઘા રહી જાય છે, જે જોવામાં પણ ખરાબ લાગતા હોય છે. તે સિવાય પિગમેન્ટેશન ના લીધે પણ ચહેરો ખરાબ લાગતો હોય છે.


આ સમસ્યાઓ વધુ પ્રમાણમાં મહિલાઓને આક ઉંમર બાદ અથવા પ્રેગ્નન્સી પછી વધુ જોવા મળે છે. તેના પાછળનું કારણ એ છે કે શરીરમાં અમુક સમય બાદ હોર્મોન બદલાય છે. ક્લિયર સ્કિન કોને નથી પસંદ હોતી. તેના માટે માર્કેટમાં મોંઘા પ્રોડક્ટ પણ મળે છે. તેમજ ઘરેલું નેચરલ વસ્તુઓનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને આ ઉપચાર બજેટની અંદર પણ આવી જાય છે. જે તમારી સ્કિનને ચમકદાર બનાવે છે.

દૂધ અને મીઠું લગાવો

સ્કિન કેરમાં તમે દૂધ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. આના માટે કાચું દૂધ લો અને તેમાં મીઠું મિક્સ કરો અને રૂ વડે તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ 15 થી 20 મીનિટ સુધી રાખો અને ચહેરો ધોઈ દો. જો તમે આ ઉપચાર તામરા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લો છો તો તમને આનાથી ઘણા ફાયદા મળશે. તે ચહેરા પર રહેલા ડાઘાને અને પિગમેન્ટેશન દૂર કરવામાં મદદ કરશે.

નારિયેળ તેલ અને ફટકડી

પિગમેન્ટેશનેદૂર કરવા નારિયેળ તેલમાં ફટકડી મિક્સ કરીને લગાવી શકો છો. આને તમે આખા ચહેરા પર લગાવી શકો છો. અથવા ફક્ત જ્યાં તમને પિગમેન્ટેશન છે ત્યાં લગાવી શકો છો. આનાથી ધીરે ધીરે તમને સ્કિન ક્લિયર થતી જોવા મળશે. આ બાબતોનું રાખવું ધ્યાન, જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો ના લગાવું. તેના સિવાય તમે પૈચ ટેસ્ટ કરી શકો છો.

કોણી અને ઢીંચણની કાળાશને કરો દૂર

ચહેરા સાથે હાથ અને પગની કેર કરવી જરૂરી છે. જો તમારા ઢીંચણ અને હાથની કોણી કાળી પડી ગઈ છે તો તમે તેના પર મીઠું અને દૂધનો ઉપયોગ કરી શકો છો. અથવા મીઠામાં બેકિંગ સોડા નાખી પેસ્ટ બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય પણ બેકિંગ સોડા, ગુલાબ જળ અને ફટકડીની પેસ્ટ બનાવી કોણી અને ઢીંચણ પર લગાવી શકો છો તેનાથી કાળાશ દૂર થશે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.


  • Follow us on: