અમદાવાદમાં એક મુસ્લિમ વિસ્તારની સભાનો વિડીયો વાઇરલ થયો છે જેમાં આમ આદમી પાર્ટી (AAP) ના મહિલા નેતાએ ઉશ્કેરણીજનક ભાષણ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તે મહિલા મુસ્લિમ સમાજના લોકો સમક્ષ મસ્જિદો તેમજ દરગાહોની તોડફોડ અને રસ્તા પર નમાજ પઢવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ છેડીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે.


 દરગાહો પર તોડફોડ થઈ રહી છે

AAP ના મહિલા નેતા વિડીયોમાં કહી રહ્યાં છે કે “આપણને સાંભળવા વાળું કોઈ નથી. મસ્જિદો પર જે પ્રહાર થઇ રહ્યા છે, દરગાહો પર તોડફોડ થઈ રહી છે, તે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો સમસ્યાઓ દૂર કરશે કે મસ્જિદો ન તૂટવી જોઇએ અને દરગાહો ન તૂટવી જોઇએ. તે સિવાય રસ્તા પર નમાજ પઢીએ ત્યારે આપણને ઊભા કરી દેવામાં આવે છે. આપણે મુસ્લિમ છીએ અને ભારતમાં રહીએ છીએ. તો આમ આદમી પાર્ટી તેના માટે પણ કામ કરશે.”


ઉશ્કેરણી કરીને ચૂંટણી સમયે ભડકાવવાનો પ્રયાસ

આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ સભામાં પુરુષો તેમજ મહિલાઓની સાથે બાળકો પણ જોવા મળે છે જેમની સમક્ષ આ રીતે ઉશ્કેરણી કરીને ચૂંટણી સમયે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોવા મળતા મહિલા અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ 34 (મકતમપુરા)ના ઉમેદવાર સુહાનાબેન અહેમદભાઈ મન્સુરી છે. તેઓ વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા હતા. વર્ષ 2021 ની અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણીમાં AIMIM પક્ષ તરફથી ચૂંટણી લડીને જીત્યા હતા. ત્યારબાદ 2022 ની વિધાનસભા ચૂંટણી લડવા માટે AIMIM માંથી રાજીનામું આપ્યું હતું અને આ વર્ષે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.


આ પણ વાંચો ---    Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

  • Follow us on: