સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આણંદ શહેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. આણંદના વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા નીકળેલા વિજય સરઘસ પર હરીફ ઉમેદવારના પરિવારે જીવલેણ હુમલો કર્યો હતો. ચૂંટણીમાં હાર પચાવી ન શકવાના કારણે થયેલી આ અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો.


 પ્રતિસ્પર્ધી ઉમેદવારના પરિવારે અચાનક હુમલો કર્યો

મળતી વિગતો મુજબ, વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થતા તેમના સમર્થકો અને પરિવારજનો વિજય સરઘસ કાઢીને જઈ રહ્યા હતા. આ દરમિયાન હારી ગયેલા પ્રતિસ્પર્ધી ઉમેદવારના પરિવારે અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા વિજેતા ઉમેદવારની પત્ની સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં આ હિંસક ઘટનાએ ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો----     Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

  • Follow us on: