સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગની બેઠકો પર વિજય મેળવીને પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. આ ઐતિહાસિક જીત પાછળ ભાજપનું સચોટ 'માઇક્રો મેનેજમેન્ટ' અને સંગઠન શક્તિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
જગદીશ વિશ્વકર્માની વ્યૂહરચના
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી પહેલા જ તમામ જિલ્લાઓનો સઘન પ્રવાસ કરીને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો હતો. તેમણે માત્ર રાજકીય નહીં, પણ ધાર્મિક અને સામાજિક સંગઠનોને પણ ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રચાર દરમિયાન એરિયા મુજબ 'રિપોર્ટ કાર્ડ' તૈયાર કરવામાં આવ્યા હતા, જેના આધારે જનતા સુધી વિકાસના કાર્યો પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિવિધ સ્થળોએ જિલ્લાઓમાં પ્રચાર કરીને દરેક કાર્યકર્તા સાથે સીધો સંવાદ કર્યો હતો.













