ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અજેય દબદબો સાબિત કર્યો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં ભાજપે તમામ ગણિતો ઉંધા પાડીને અત્યાર સુધી 115 બેઠકો પર જીત મેળવી ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.
સી.આર. પાટીલનો વિરોધ પક્ષો પર પ્રહાર
ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરત અને રાજ્યના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે સુરત અને આખા ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપને મળ્યા છે. કેટલીક પાર્ટીઓ એવું ભ્રમમાં હતી કે જનતા તેમના ખિસ્સામાં છે, પરંતુ આજે પરિણામોએ એ તમામ અહંકારી પાર્ટીઓને ઘરભેગી કરી દીધી છે. 'આપ' હોય કે કોંગ્રેસ, જનતાએ બંનેને સબક શીખવાડ્યો છે.













