ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે રાજ્ય પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો છે. રાજ્યમાં કુલ 29 હજાર જેટલા બિલ્ડિંગોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


સુરક્ષાનો મજબૂત બંદોબસ્ત

ચૂંટણી દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે રાજ્યભરમાં 60 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મહાકુંભમાં પોલીસ દળની સાથે હોમગાર્ડ અને GRD (ગ્રામ રક્ષક દળ) ના જવાનો પણ ખભેખભા મિલાવીને સુરક્ષાની જવાબદારી સંભાળશે.

સંવેદનશીલ મથકો પર બાજ નજર

DGPના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 7166 મતદાન મથકોને 'સંવેદનશીલ' જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 1251 મતદાન મથકો 'અતિસંવેદનશીલ' શ્રેણીમાં છે. આ અતિસંવેદનશીલ મથકો પર કોઈ પણ અનિચ્છનીય બનાવ રોકવા માટે હથિયારી પોલીસ જવાનોનો વિશેષ પહેરો રાખવામાં આવશે.

કાયદાકીય કડક કાર્યવાહી

ચૂંટણી પૂર્વે જ અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ કેસમાં તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર કે ભાગેડુ કેદીઓને પકડવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. પોલીસ વડાએ ખાતરી આપી છે કે નાગરિકો નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે.


આ પણ વાંચો----    ATSનો મોટો ખુલાસો, હિન્દ-એ-વિલાયત' ગ્રુપ બનાવી દેશભરમાં જેહાદી ઝેર ફેલાવવાનું ષડયંત્ર, માસ્ટરમાઇન્ડ ઈરફાન પઠાણ હોવાનો ઘટસ્ફોટ

  • Follow us on: