ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યભરમાં વિવિધ સ્તરે ભાજપના આશરે 700 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
700 જેટલી બેઠકો પર ભગવો લહેરાવી દીધો
આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, અને આ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ ભાજપે દાવો કર્યો છે કે ચૂંટણીના જંગની શરૂઆત પહેલા જ તેમણે 700 જેટલી બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. જગદીશ વિશ્વકર્માના આ દાવાએ વિરોધ પક્ષોમાં ખળભળાટ મચાવી દીધો છે. જો આ આંકડા સત્તાવાર રીતે જાહેર થાય, તો તે ભાજપ માટે એક મોટી વ્યૂહાત્મક જીત ગણાશે.
