સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે જ પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસને રામ-રામ કહીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો છે. ઘોઘંબા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિશેષ હાજરીમાં તેમણે કેસરીયો ધારણ કર્યો હતો.

ભાજપ પ્રવેશ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર

આ પક્ષપલટાને સફળ બનાવવામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. તેમણે ચેતનસિંહના ભાજપ પ્રવેશ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું, જેણે કોંગ્રેસના મૂળિયાં હચમચાવી દીધા છે.

કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ

ચૂંટણી પહેલા જ સેનાપતિએ પક્ષ છોડતા હવે પંચમહાલમાં કોંગ્રેસ આગેવાની વિહોણી બની ગઈ છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ ઘટના બાદ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે મોટા સવાલો ઊભા થયા છે. કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે, જ્યારે ભાજપ આ નવી તાકાત સાથે આગામી ચૂંટણીઓમાં ક્લીન સ્વીપ કરવાના મૂડમાં છે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : વાઘોડિયામાં ઉમેદવારી ફોર્મ ખેંચવા સમયે રાજકીય ડ્રામા, ભારે તુ-તુ મૈં-મૈં, કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ