ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરાના વાઘોડિયામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો પરત ખેંચવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો તેમજ ઉમેદવારો સામસામે આવી જતાં વાતાવરણ ગરમાયું હતું. કચેરી પરિસરમાં જ બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર 'તુ-તુ મૈં-મૈં' થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
2 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
આ ગરમાગરમી વચ્ચે મોટા સમાચાર એ છે કે, જરોદ જિલ્લા પંચાયત તેમજ ગુતાલ જિલ્લા પંચાયતની બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો વિજય માર્ગ મોકળો થયો હતો. જોકે, આ ઘટનાક્રમ બાદ રાજકારણ વધુ ગરમાયું છે.
