સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ચાલી રહેલો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. પક્ષના અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા બળવાખોરો સામે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે લાલ આંખ કરી છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હિંમતનગર અને ઈડર નગરપાલિકાના કુલ 10 કાર્યકરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


ઈડર અને હિંમતનગરમાં ભડકો

જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લેવાયેલી આ કાર્યવાહીમાં ઈડર નગરપાલિકાના વોર્ડ નં. 1, 2 અને 7 માં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર ઉમેદવારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં. 6 માં પણ પક્ષ સામે બળવો કરી ઉમેદવારી નોંધાવનાર કાર્યકરો સામે શિસ્તભંગના પગલાં ભરાયા છે. આ કડક કાર્યવાહીથી સાબરકાંઠાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોની યાદી

પક્ષમાંથી પડતા મૂકાયેલા મુખ્ય નામોમાં જયસિંહ તવર, દિપક ભાટી અને પારુલ કોઠારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રદીપકુમાર શાહ, હિંમતસિંહ વણઝારા, મનીષા પંડ્યા અને ફિરોજબાનુ બલોચને પણ સસ્પેન્ડ કરાયા છે. સંજય ભોઈ, કેવલ દોશી અને રમિલાબેન પટેલ સામે પણ પક્ષે આકરું વલણ અપનાવ્યું છે. ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચૂંટણી ટાણે શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં.


આ પણ વાંચો----    Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

  • Follow us on: