ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્રની છબી ખરડાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં જ નકલી મતદાન મથક બનાવી હોમગાર્ડ જવાનો પાસે ગેરકાયદેસર રીતે મતદાન કરાવવામાં આવતું હોવાનો આરોપ લગાવાયો છે


કચેરીની અંદર જ એક ખાનગી વ્યવસ્થા

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર દ્વારા કચેરીની અંદર જ એક ખાનગી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ નકલી મતદાન કેન્દ્ર માટે પૂંઠાની મદદથી મતદાન કુટીર અને પૂંઠાની જ મતપેટી બનાવવામાં આવી હતી. અહીં હોમગાર્ડના જવાનો પાસે સામૂહિક રીતે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવી તે પેટીમાં નખાવવામાં આવતું હતું. સરકારી કચેરીમાં આ પ્રકારે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને કારણે રાજકીય આલમમાં હોબાળો મચી ગયો છે.

ફરિયાદ અને તપાસ

આ ગેરરીતિની જાણ થતા જ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખ અને અન્ય ઉમેદવાર છાયા પ્રજાપતિએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. લોકશાહીની પ્રક્રિયા સાથે ચેડાં કરવાના આ ગંભીર પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


આ પણ વાંચો---    Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ

  • Follow us on: