સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા પૂર્ણેશ મોદી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતની શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિએ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. જ્ઞાતિના અગ્રણીઓએ પૂર્ણેશ મોદી પર સમાજમાં ભાગલા પડાવવાનો ગંભીર આરોપ મૂકતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


સમાજમાં ભાગલા પાડવાનો આક્ષેપ

મોઢ ઘાંચી જ્ઞાતિના પ્રમુખ ચંદ્રેશ મોદીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય પૂર્ણેશ મોદી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સમાજની એકતા તોડવાનું કામ કરી રહ્યા છે. જ્ઞાતિના પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમારો વિરોધ કોઈ રાજકીય પક્ષ સામે નથી, પરંતુ પૂર્ણેશ મોદીની વ્યક્તિગત કાર્યશૈલી સામે છે.

80 હજાર મતદારો NOTAનો ઉપયોગ કરશે

ચંદ્રેશ મોદીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો જ્ઞાતિના અંદાજે 70 થી 80 હજાર મતદારો ચૂંટણીમાં મતદાન તો કરશે, પરંતુ કોઈ પક્ષને નહીં પણ NOTA ને મત આપશે. 


આ પણ વાંચો----    Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ

  • Follow us on: