સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 18 માં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડને ફોર્મ પરત ખેંચવા માટે લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે


₹75 લાખની ઓફરનો સનસનીખેજ ખુલાસો

કોંગ્રેસ ઉમેદવાર પ્રકૃતિ રાઠોડના જણાવ્યા અનુસાર, ભાજપના ચાર લોકો તેમની પાસે આવ્યા હતા અને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું હતું. પહેલા 25 લાખ, પછી 50 લાખ અને અંતે 75 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી. જોકે, પ્રકૃતિએ મચક આપી ન હતી અને લોકશાહીના મૂલ્યો જાળવી રાખવા ફોર્મ પરત ખેંચવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

માતાની અશ્રુભીની અપીલ

વાયરલ વીડિયોમાં પ્રકૃતિની માતાએ ભાવુક થઈને કહ્યું કે, "મારી પુત્રી જીતે કે ના જીતે, પણ તે પૈસાની લાલચુ નથી. તે ઈજ્જતની વહાલી છે." આ સાથે જ તેમણે કોંગ્રેસના નેતાઓ સામે પણ પોતાની વેદના ઠાલવી હતી. આ ઘટનાએ સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપ પર લાગેલા આ 'ખરીદ-વેચાણ'ના આરોપોને પગલે હવે ચૂંટણી પંચ શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.


આ પણ વાંચો---   Local Body Elections 2026 : રાજકોટમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે લોહાણા સમાજ ભાજપ સામે લાલઘૂમ, શનિવારે મહાસંમેલન

  • Follow us on: