ઓમ બિરલા એ જણાવ્યુ છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ લોકસભા નહીં જાય.

ઓમ બિરલાનો મહત્ત્વનો નિર્ણય

વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેઓએ જાહેર કર્યુ છે કે, જ્યાં સુધી સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ અધ્યક્ષની ખુરશી પર નહીં બેસે. 9 માર્ચના રોજ સ્પીકર ને દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી શકે છે. નિયમોનુસાર આવી કોઇપણ શરત નથી. પરંતુ તેઓએ સદનમાં ન જવાનો નિર્ણય કર્યો છે.

'નો-કોન્ફિડેન્સ મોશન' નોટિસ

શક્યતા છે કે, બજેટ સત્રના બીજા ભાગના પ્રથમ દિવસે 9 માર્ચે સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકે છે. જેના માટે 50 સાંસદોનું સમર્થન જરુરી છે. બાદમાં આ પ્રસ્તાવ પર ચર્ચા શરુ કરવામાં આવી શકે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા હાઉસ સેક્રેટરી-જનરલને તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસની તપાસ કરવા અને એક્શન લેવા માટે આદેશ આપ્યો હતો. કોંગ્રેસે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ 'નો-કોન્ફિડેન્સ મોશન' નોટિસ ફટકારી હતી.

વિપક્ષે લગાવ્યો ભેદભાવનો આરોપ

વિપક્ષી સાંસદોએ સ્પીકર પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યુ છે કે, વિપક્ષના નેતાઓને બોલવાની સ્વતંત્રતા નથી અપાતી. અવિશ્વાસના પ્રસ્તાવ નોટિસમાં સ્પીકર વિરુદ્ધ 4 ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. વિપક્ષનો આ આરોપ પણ છે કે, રાહુલ ગાંધીને તેમના સંબોધન દરમિયાન રોકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ફરી હિન્દુની કરાઇ હત્યા, Bangladeshમાં ચૂંટણી પહેલા હિંસાનું વાતાવરણ, યુનુસ સરકાર પર ઉઠ્યા સવાલ