લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે આણંદ જિલ્લાના ઉમરેઠમાં કોંગ્રેસે પોતાનું પ્રચાર અભિયાન તેજ કર્યું છે. ઉમરેઠ 111 વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણના સમર્થનમાં આજે એક ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો.


ઢોલ-નગારા અને જનમેદની સાથે શક્તિ પ્રદર્શન

ઉમરેઠ નગરમાં યોજાયેલા આ રોડ શોમાં ઢોલ-નગારાના ગુંજારવ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. આ પ્રચાર અભિયાનમાં શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, નગરપાલિકાના ઉમેદવારો તેમજ સંગઠનના હોદ્દેદારોએ પોતાની હાજરી નોંધાવી હતી. કોંગ્રેસના આ શક્તિ પ્રદર્શનને કારણે ઉમરેઠના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

વેપારીઓ અને ગલી મહોલ્લામાં જઈને માંગ્યા આશીર્વાદ

માત્ર રોડ શો જ નહીં, પરંતુ નેતાઓએ ઘરે-ઘરે જઈને જનસંપર્ક પણ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અને આગેવાનોએ ઉમરેઠના મુખ્ય બજારોમાં વેપારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગલી-મહોલ્લાઓમાં ફરીને મતદારોના આશીર્વાદ મેળવ્યા હતા. સ્થાનિક પ્રશ્નો સાંભળીને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.


આ પણ વાંચો - Anand રેલ્વે સ્ટેશન પર RPF જવાનની દાદાગીરી: કિન્નરના વાળ પકડી જાહેરમાં ઝીંક્યા તમાચા, વીડિયો વાયરલ


  • Follow us on: