ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના ઉત્સાહ વચ્ચે દાહોદના માડલીથી હિંસાના સમાચાર સામે આવ્યા છે. માડલી બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ચિરાયુ બામણીયાના વિજય સરઘસ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.


શું છે સમગ્ર ઘટના?

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર ચિરાયુ બામણીયાનો વિજય થતા કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન હરીફ અપક્ષ ઉમેદવાર ધવલકુમાર બામણીયા અને તેમના સમર્થકો દ્વારા સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે.

જાનહાની અને ઈજા

આ અથડામણમાં બંને પક્ષોના કાર્યકરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની ગંભીરતા જોતા DYSP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ માડલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.


આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?


  • Follow us on: