• પાર્ટનરને ના ન કહી શકો તો તમારા સંબંધોમાં અંતર છે
  • પોતે પોતાનામાં ખુશ રહેવાની આદત પાડો
  • પાર્ટનરના મનમાં ક્યારેય શંકા ન જન્મવા દો

કોઈ પણ મહિલા અને પુરુષની વચ્ચેનો સંબંધ નાજુક હોય છે, પછી તે પતિ-પત્ની હોય કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ. તેમાં નાની નાની વાતો મહત્ત્વની બને છે. દો તમે તેની પર ધ્યાન નહીં આપો તો સંબંધોમાં તિરાડ આવી શકે છે. જ્યાં સુધી તમે સંબંધોમાં સંતુલન નહીં બનાવો તો બંનેનું સાથે ટકી રહેવું મુશ્કેલ બનશે. તો જાણો કઈ 5 ભૂલોને તમારે ટાળવી જરૂરી છે. જો તમે આ નાનું કામ કરી લેશો તો પાર્ટનરની વચ્ચે અંતર આવશે નહીં.

લગ્નજીવનમાં એકસાથે રહેવાથી અનેકવાર અનેક પ્રકારની સમસ્યાઓ જન્મે છે. પણ જો તમે આ વાત માટે પોતાને જવાબદાર માનો છો તો એવામાં પાર્ટનરની સાથે લાંબો સમય વીતાવવાનું મુશ્કેલ બનશે. આ માટે તમે તમારામાં ગિલ્ટ ન લાવો અને હંમેશા ખુશ રહેવાની કોશિશ કરો.

ઘણીવાર એવું બને છે કે તમે પાર્ટનરને ખુશ રાખવા માટે તેમની હામાં હા મિલાવો છો કે પછી કેટલીક વાર તેમની વાતને ના કહી શકતા નથી. યાદ રાખો કે હાની સાથે ના પણ મહત્ત્વ ધરાવે છે. જો તમે તેને ના કહી શકો છો તો તે તમારા પોતાના છે. જો એ શક્ય બનતું નથી તો તમારી વચ્ચે હજુ પણ અંતર છે.

એ વાતમાં કોઈ શક નથી કે તમે તમારા પાર્ટનરની સાથે સૌથી વધારે ખુશ રહો છો. પણ અનેકવાર કામમાં બીઝી હોવાના કારણે કે અન્ય કોઈ કારણે તમે હંમેશા મળી શકતા નથી કે વાત કરી શકતા નથી. એવામાં તમે દુઃખી ન થાઓ. તમે પોતે પોતાનામાં ખુશ રહેવાની આદત પાડો. હંમેશા દુઃખી રહેવામાં સંબંધો નબળા પડી શકે છે.

જો તમે પાર્ટનરની સાથે રહેતા કોઈ અન્ય વ્યક્તિના વધારે વખાણ કરો છો તો તમે જીવનસાથીના દિલમાં ક્યાંક ને ક્યાંક શંકા જન્માવો છો. એવામાં શંકાઓ જન્મે છે અને પછી તે ક્લીઅર ન કરી શકવાના કારણે સંબંધો બ્રેકઅપમાં પરિણમે છે.

જો તમારા પાર્ટનર કોઈ એવું કામ કરી રહ્યા છે જેમાં તમારા સાથની જરૂર રહે છે તો ત્યારેય પણ સહયોગ કરવાનું ટાળો નહીં. જો એક વ્યક્તિ મહેનત કરી રહ્યો છે અને અન્ય વ્યક્તિ આરામ કરી રહ્યો છે તો એવામાં સાથે હોવા છતાં એકલાપણાનો અનુભવ થાય છે. 

  • Follow us on: