- ડૂબતું જહાજ દુઃખનો સૂચક, ન આપશો આ ગિફ્ટ
- ગિફ્ટમાં કાળા રંગના કપડા આપવાનું મનાય છે અશુભ
- રૂમાલ પણ દુઃખનું પ્રતીક, ન કરશો પસંદગી
વેલેન્ટાઈન ડે એક ખાસ દિવસ માનવામાં આવે છે. તેને પ્રેમ કરનારા લોકો ખાસ રાહ જુએ છે. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે કપલ અનેક પ્લાન બનાવે છે. આ તમામમાં જરૂરી છે ગિફ્ટ. પ્રેમનો દિવસ અને ખાસ બનાવવા માટે એકમેકને સુંદર ગિફ્ટ અપાય છે પણ અનેકવાર પાર્ટનર સાચી ગિફ્ટની પસંદગી કરી શકતા નથી જેના કારણે તમારા સંબંધ પર અસર થાય છે. તો જાણો પાર્ટનરને ગિફ્ટમાં કઈ વસ્તુઓ ન આપવી.
ભૂલથી પણ ન આપશો 4 વસ્તુઓ
ડૂબતું જહાજ
ડૂબતા જહાજને હંમેશાથી દુઃખનું સૂચક માનવામાં આવે છે. ભૂલથી પણ પોતાના પાર્ટનરને એવી ગિફ્ટ ન આપો જેનાથી તેને આર્થિક પરેશાની થાય. આ સાથે એવી પેન્ટિંગ ઘરમાં રાખવાનું પણ શુભ માનવામાં આવતું નથી.
બ્લેક ડ્રેસ
બ્લેક કલર અનેક લોકોની પસંદ હોય છે. પણ ગિફ્ટમાં આપવા માટે બ્લેક કલરના કપડા અશુભ માનવામાં આવે છે. જો તમે તમારા પાર્ટનરને કપડા ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો બ્લેક કલર ક્યારેય ન ખરીદો.
જૂતા
જો તમે તમારા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને જૂતા ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તેને જાતે જ ખરીદવા દો. તમે તેને ગિફ્ટમાં આપવાની ભૂલ ન કરશો. તમારા સંબંધોમાં ચિંતા વધશે.
રૂમાલ
મોટાભાગે કપલ એકમેકને રૂમાલ ગિફ્ટ કરે છે અને તેને રોમેન્ટિક પણ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તે દુઃખનું પ્રતીક છે. તમે ક્યારેય પાર્ટનરને રૂમાલ ગિફ્ટમાં ન આપો.