- પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની ટી-20 સિરીઝ
- બીજી ટી-20માં પાકિસ્તાનની 7 વિકેટે શાનદાર જીત
- બાબર કપ્તાન તરીકે સૌથી વધુ મેચ જીતનારો ખેલાડી
હાલમાં પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. પાકિસ્તાને પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કર્યા બાદ બીજી મેચમાં ભવ્ય જીત મેળવી હતી. બીજી ટી-20માં આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 193 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાને માત્ર 17મી ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ લીધો હતો. આ સાથે બાબર આઝમે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
બાબર આઝમે રચ્યો ઈતિહાસ













