- T20 વર્લ્ડકપ 2024ની શરુઆત 2 જૂનથી થશે
- યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીત રમાશે
- વર્લ્ડકપ અંગે વિવિયન રિચર્ડ્સે કરી ભવિષ્યવાણી
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન અને ભૂતપૂર્વ દિગ્ગજ વિવિયન રિચર્ડ્સે T20 વર્લ્ડકપમાં કઈ ટીમ વિજેતા બનશે તે અંગે ભવિષ્યવાણી કરી છે. જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે ટાઈટલ જીતી શકશે?
વિવિયન રિચર્ડ્સે કરી ભવિષ્યવાણી
T20 વર્લ્ડકપ વિશે સર વિવ રિચર્ડ્સે કહ્યું, "હું ભલે પાકિસ્તાનને પ્રેમ કરું છું, પરંતુ મને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝ પાસે એટલી સારી ટીમ છે કે તે આ વખતે ટાઈટલ જીતી શકે છે. અમે આશા રાખીએ છીએ કે વેસ્ટ ઈન્ડિઝ સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રતિભાથી ભરપૂર છે અને આ T20 ફોર્મેટમાં અમે આશા રાખીએ છીએ કે ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે અને ઘરઆંગણે ટીમ ટ્રોફી જીતે. T20 વર્લ્ડ કપમાં રોવમેન પોવેલ વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. આન્દ્રે રસેલ જેવા અનુભવી ખેલાડીને પણ ટીમમાં તક મળી છે.
T20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
રોવમેન પોવેલ (કેપ્ટન), અલઝારી જોસેફ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકિલ હુસેન, શમર જોસેફ, બ્રાન્ડોન કિંગ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ
T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ:
- ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
- ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
- ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પપુઆ ન્યુ ગીની
- ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ