• પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો
  • આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી
  • શાહીન આફ્રિદીએ અત્યાર સુધી 145 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે

પાકિસ્તાન સામેની બીજી T20 મેચમાં આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 193 રન બનાવ્યા હતા, જે બાદ પાકિસ્તાને 3 વિકેટ ગુમાવીને 17મી ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં શાહીન આફ્રિદીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. શાહિન આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી લીધી છે. આ સાથે શાહિન હવે વસીમ અકરમ, વકાર યુનિસ, ઈમરાન ખાન, શોએબ અખ્તર, ઉમર ગુલ, અબ્દુલ રઝાકના ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. શાહીન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 કે તેથી વધુ વિકેટ લેનારો પાકિસ્તાનનો સાતમો ફાસ્ટ બોલર બની ગયો છે.

શાહિનનું પ્રદર્શન

આયર્લેન્ડ સામેની બીજી T20માં શાહીને 4 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શાહીને અત્યાર સુધી 145 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને કુલ 302 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શાહીને વન-ડેમાં 104 વિકેટ લીધી છે, તો ટેસ્ટમાં તેના નામે 113 વિકેટ છે. આ સિવાય શાહીન ટી-20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 84 વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. શાહીન ઉમર માત્ર 24 વર્ષની છે અને જે ઝડપે તે વિકેટો લઈ રહ્યો છે તે જોતા એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર આવનારા વર્ષોમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહેશે.

પાકિસ્તાનના બોલરોનું પ્રદર્શન

જો કે, વસીમ અકરમે આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લીધી છે. વસીમ 916 વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. જ્યારે, વકાર યુનિસ 789 વિકેટ, ઈમરાન ખાન 544 અને શોએબ અખ્તર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 444 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ઉમર ગિલ તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 427 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અબ્દુલ રઝાક 389 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

  • Follow us on: