• T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાશે
  • T20 વર્લ્ડ કપમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
  • T20 વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે

T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ આ વૈશ્વિક ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડ કપમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.

T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર

T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. આમાં 20 ટીમો રમશે, જેને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો T20 વર્લ્ડ કપ છે. ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. સેમિફાઇનલ મેચ 26 જૂને ગયાના અને 27 જૂને ત્રિનિદાદમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝના છ અને અમેરિકાના ત્રણ સ્ટેડિયમમાં કુલ 55 મેચ રમાશે.

શું હશે ટૂર્નામેન્ટનું ફોર્મેટ?

આ ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરીએ તો તમામ ટીમો ગ્રુપ સ્ટેજમાં 4-4 મેચ રમશે. આ પછી, દરેક જૂથની ટોચની 2 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. સુપર 8 ના આ નોકઆઉટ તબક્કા પછી, ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સેમિફાઇનલની બે વિજેતા ટીમો ફાઇનલમાં સામસામે ટકરાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે. ગ્રુપ સ્ટેજમાં 1 થી 18 જૂન સુધી 40 મેચ રમાશે. 19મીથી 24મી જૂન સુધી સુપર 8 મેચ રમાશે. સેમીફાઇનલ મેચ 26 અને 27 જૂને યોજાશે. ફાઇનલ મેચ 29 જૂને યોજાશે.

કુલ 20 ટીમો ભાગ લેશે

આ 29 દિવસ લાંબી ટૂર્નામેન્ટની બ્લોકબસ્ટર મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ 9 જૂને ન્યૂયોર્કના ન્યૂ નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળની ટીમો ભાગ લેશે.

જાણો કઇ ટીમ કયા ગ્રુપમાં

ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.

ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.

ગ્રુપ C: ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.

ગ્રુપ D: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.

T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું પુરૂ શેડ્યૂલ (ગ્રુપ મેચ)

5 જૂન- ભારત વિ આયર્લેન્ડ, ન્યૂયોર્ક

9 જૂન- ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ન્યૂયોર્ક

12 જૂન- ભારત વિ યુએસએ, ન્યુયોર્ક

15 જૂન- ભારત વિ કેનેડા, ફ્લોરિડા

  • Follow us on: